આ ફિલ્મને જૅકી ભગનાણી, વાશુ ભગનાણી, દીપશિખા દેશમુખ અને અલી અબ્બાસ ઝફરે પ્રોડ્યુસ કરી છે.
‘બડે મિયાં છોટે મિયાં’
અક્ષયકુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે જણાવ્યું કે આ ફિલ્મની ઍક્શન સીક્વન્સ રિયલ છે કે જે ઍક્શનના ચાહકોને ખૂબ પસંદ પડવાની છે. આ ફિલ્મને જૅકી ભગનાણી, વાશુ ભગનાણી, દીપશિખા દેશમુખ અને અલી અબ્બાસ ઝફરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન એપ્રિલમાં હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષયકુમારની સાથે ટાઇગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા ફર્નિચરવાલા પણ જોવા મળવાનરાં છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, લંડન, અબુ ધાબી, સ્કૉટલૅન્ડ અને જૉર્ડનમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મની ઍક્શન સીક્વન્સ વિશે અલી અબ્બાસ ઝફરે કહ્યું કે ‘લોકો મને હંમેશાં પૂછતા હોય છે કે આ વાઇલ્ડ, ક્રેઝી ઍક્શન ફિલ્મો બનાવવા પાછળનું આકર્ષણ શું છે? અને મારી પાસે એનો કોઈ જવાબ નથી. હું કહું છું કે કદાચ જે શક્ય નથી એને મેળવવાનો પ્રયાસ છે. આ ફિલ્મમાં ઍક્શનનો જે કૅન્વસ છે એ રિયલ, રૉ અને મજબૂત છે. એ ઍક્શન લવર્સને ખૂબ ગમશે. અમે આ ઍક્શન સીક્વન્સ શૂટ કરતી વખતે એક જ વાત ધ્યાનમાં રાખી કે જે પણ બનાવવામાં આવે એ ધમાકેદાર અને રિયલ હોવું જોઈએ. અમે એ વાતની ખાતરી રાખી હતી કે એ વિશ્વાસપાત્ર દેખાય. અમને આશા છે કે લોકો પણ સ્ક્રીન પર તેમના હીરોની સાથે રિયલ ઍક્શનમાં જોડાઈ જશે.’ તો બીજી તરફ વાશુ ભગનાણીએ કહ્યું કે ‘દરેક વસ્તુ વિશે અલીએ પહેલેથી કહી રાખ્યું હતું. વિઝયુઅલ ઇફેક્ટ્સ ઓછા, મને દરેક વસ્તુ રિયલ દેખાડવી છે. મને ખૂબ ગભરામણ થતી હતી કે આજના સમયમાં આટલા મોટા ઍક્શન સીક્વન્સ રિયલ કઈ રીતે બની શકે છે.’