ઍક્ટરે ફીમાં વધારો અને ઑન-સ્ક્રીન લુકમાં ફેરફાર જેવી શરતો મૂકતાં વિવાદ થયો
અક્ષય ખન્ના
અક્ષય ખન્નાની લેટેસ્ટ ફિલ્મ ‘ધુરંધર’ને જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મમાં તેણે ભજવેલું રહમાન ડકૈતનું પાત્ર છવાઈ ગયું છે. હવે આ સફળતાની ચર્ચા વચ્ચે સમાચાર આવ્યા છે કે તેણે પોતાની આગામી ફિલ્મ ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધી છે. હકીકતમાં અક્ષય ‘દૃશ્યમ 3’ના શૂટિંગ માટે સંપૂર્ણપણે તૈયાર હતો ત્યારે આ સમાચાર આવતાં બધાને ભારે આંચકો લાગ્યો છે.
રિપોર્ટ પ્રમાણે અક્ષયે ફી અને ક્રીએટિવ મતભેદોને કારણે ‘દૃશ્યમ 3’માં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ની જબરદસ્ત સફળતા બાદ અક્ષયે ‘દૃશ્યમ 3’માં કામ કરવા માટે ફીમાં વધારો માગ્યો અને એ સિવાય ફિલ્મના પોતાના ઑન-સ્ક્રીન લુકમાં પણ ફેરફાર કરવાની ડિમાન્ડ કરી હતી. અક્ષયની આ ડિમાન્ડને કારણે તેના અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચે મતભેદ ઊભા થતાં અંતે અક્ષયે આ પ્રોજેક્ટ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. જોકે હાલમાં બન્ને પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.


