ફિલ્મી ગૉડ અક્ષયકુમારની બાઇકની નંબર-પ્લેટ પર ત્રણ ધર્મોનાં સિમ્બૉલ
આ ફિલ્મમાં અક્ષય બાઇક પર ફરતા મૉડર્ન જમાનાના ગૉડ એટલે કે ભગવાનનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય જે બાઇક વાપરે એની નંબર-પ્લેટ પણ રસપ્રદ છે, કારણ કે એમાં હિન્દુ ધર્મના પ્રતીક ‘ૐ’, મુસ્લિમ ધર્મના પ્રતીક ‘૭૮૬’ અને ખ્રિસ્તી ધર્મના પ્રતીક ‘ક્રૉસ’ એમ ત્રણ ધર્મોના સિમ્બૉલનો સમાવેશ કરવામાં આવ્યો છે.