૨૦૨૫ની ૪ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની પૅન-ઇન્ડિયન ફિલ્મ ‘KD : The Devil’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું:
અજય દેવગન અને શિલ્પા શેટ્ટી
હાલમાં મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અજય દેવગનને તેની આગામી ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ દરમ્યાન આ મામલે સવાલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અજયે તેના પ્રખ્યાત સિંઘમ અંદાજમાં જવાબ આપતાં કહ્યું, આતા માઝી સટકલી. અજયનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. આમ અજયે આખી વાતને હળવાશથી વાળી લીધી અને આ સંવેદનશીલ મુદ્દે લાંબી ટિપ્પણી કરવાનું ટાળ્યું.
૨૦૨૫ની ૪ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની પૅન-ઇન્ડિયન ફિલ્મ ‘KD : The Devil’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું: મલા મરાઠી યેતં, મી મહારાષ્ટ્રાચી મુલગી આહે. આ નિવેદન આપીને શિલ્પાએ પોતાની મરાઠી ઓળખ પર ગર્વ વ્યક્ત કર્યો, પરંતુ વિવાદને વધુ હવા આપી નહીં.

