દુબઈની એક ઇવેન્ટમાં સ્ક્રીન પર દેખાયેલા તેના નામે ફરી ડિવૉર્સની ચર્ચા જગાડી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્નજીવનમાં બધું સમુંસૂતરું નથી અને તેઓ ડિવૉર્સ લેશે એવી વાતો ઘણા સમયથી ચાલે છે એવામાં દુબઈની એક ઇવેન્ટે બળતામાં ઘી હોમ્યું છે. ઐશ્વર્યા દુબઈમાં ગ્લોબલ વિમેન્સ ફોરમમાં ભાગ લેવા ગઈ હતી, જ્યાં તેણે મહિલા સશક્તીકરણ વિશે પ્રવચન આપ્યું હતું. આ ઇવેન્ટમાં જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી ત્યારે બૅકગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન પર તેનું નામ ફક્ત ‘ઐશ્વર્યા રાય’ લખેલું જોવા મળ્યું હતું. નામમાંથી ‘બચ્ચન’ ગાયબ થતાં સોશ્યલ મીડિયા પર જાતજાતની અટકળો ફરી શરૂ થઈ ગઈ હતી.