અહાન પાંડેએ તેને જન્મદિવસની શુભેચ્છા આપનાર ફૅન્સનો દિલથી આભાર માન્યો
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
ગઈ કાલે અહાન પાંડેની ૨૮મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસે તેને અનેક ફૅન્સ તરફથી શુભેચ્છાઓ અને ગિફ્ટ્સ મળી છે. અહાનને સૌથી પહેલાં સોશ્યલ મીડિયા પર તેની કો-સ્ટાર અનીત પડ્ડાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ પરિવારજનો, મિત્રો, સંબંધીઓ અને ફૅન્સે પણ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને અનેક સુંદર ગિફ્ટ્સ આપી. આ તમામ ગિફ્ટ્સ સાથે અહાને એક ક્યુટ તસવીર શૅર કરીને સૌનો આભાર માન્યો છે અને પછી દિલને સ્પર્શે એવો મેસેજ શૅર કર્યો છે. અહાને આ તસવીર સાથે કૅપ્શન લખી કે ‘શુભેચ્છાઓ માટે બધાનો દિલથી આભાર અને એ તમામ લોકોનો પણ આભાર જેમણે આ વર્ષને ખાસ બનાવી દીધું. હંમેશાં અઢળક પ્રેમ.’


