આર. માધવને કહ્યું કે ‘મને યાદ છે કે મેં જ્યારે આ ફિલ્મનું ટ્રેલર અને ફોટો મારી વાઇફને દેખાડ્યા તો મારા પ્રત્યેનો તેનો નજરિયો બદલાઈ ગયો છે. આજે તો તેણે મને કહી દીધું કે મારી સાથે વાત કરતી વખતે અંતર રાખવામાં આવે.
શૈતાન
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ હૉરર ફિલ્મ ૮ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આર. માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા જોવા મળશે. ફિલ્મને અજય દેવગન, જિયો સ્ટુડિયોઝ, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે પ્રોડ્યુસ કરી છે તો વિકાસ બહલે ડિરેક્ટ કરી છે. એનું ટ્રેલર જોઈને આર. માધવનની વાઇફ સરિતા બિરજે માધવન ગભરાઈ ગઈ છે. એ વિશે આર. માધવને કહ્યું કે ‘મને યાદ છે કે મેં જ્યારે આ ફિલ્મનું ટ્રેલર અને ફોટો મારી વાઇફને દેખાડ્યા તો મારા પ્રત્યેનો તેનો નજરિયો બદલાઈ ગયો છે. આજે તો તેણે મને કહી દીધું કે મારી સાથે વાત કરતી વખતે અંતર રાખવામાં આવે. એથી મને એવું લાગે છે કે આ ફિલ્મને કારણે મારી પર્સનલ લાઇફ પર પણ થોડી અસર પડી છે.’



