જાન્યુઆરીમાં સ્વરાએ પોતાના રજિસ્ટર મૅરેજની જાહેરાત કરી હતી. હવે તેણે પૂરા રીતરિવાજ સાથે લગ્ન કરી લીધાં છે

સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ ફહાદ અહમદના રિસેપ્શનમાં બૉલીવુડની સેલિબ્રિટીઝની સાથે જ અનેક પૉલિટિશ્યન્સે પણ હાજરી આપી હતી. જાન્યુઆરીમાં સ્વરાએ પોતાના રજિસ્ટર મૅરેજની જાહેરાત કરી હતી. હવે તેણે પૂરા રીતરિવાજ સાથે લગ્ન કરી લીધાં છે. લગ્ન અગાઉ તેમણે હલ્દી, મેંદી અને સંગીત સેરેમનીને એન્જૉય કરી હતી. એમાં કવ્વાલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે લગ્ન બાદ સ્વરા અને ફહાદે દિલ્હીમાં ગ્રૅન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ન્યુલી વેડ કપલને શુભેચ્છા આપવા માટે કૉન્ગ્રેસના રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, કૉન્ગ્રેસ સંસદસભ્ય શશી થરૂર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને જયા બચ્ચન પણ હાજર હતાં. સ્વરાએ ગોલ્ડન એમ્બ્રૉઇડરીવાળો પિન્ક લેહંગા પહેર્યો હતો. તો ફહાદે આઇવરી અને ગોલ્ડન કૉમ્બિનેશનવાળી શેરવાની પહેરી હતી. બન્નેએ હાથોમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી. પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.