ધુરંધર : ધ રિવેન્જની સફળતા પછી અર્જુન રામપાલે પોતાની ફીમાં આટલો વધારો કર્યો હોવાની ચર્ચા
અર્જુનની આગામી ફિલ્મ ‘અર્જુન નાગા’ છે
આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ માનવામાં આવી રહી છે. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મની આ જબરદસ્ત સફળતા બાદ તેના તમામ કલાકારો સતત ચર્ચામાં છે અને તેમને અનેક મોટા પ્રોજેક્ટ્સની ઑફર મળી રહી છે. હવે આ યાદીમાં અર્જુન રામપાલનું નામ પણ જોડાઈ ગયું છે.
અર્જુને ફિલ્મમાં મેજર ઇકબાલનું પાત્ર ભજવ્યું હતું અને તે રણવીર સિંહને જબરદસ્ત ટક્કર આપતો જોવા મળ્યો છે. હવે અર્જુનની આગામી ફિલ્મ ‘અર્જુન નાગા’ છે અને એમાં અર્જુન ફરી એક વાર વિલનના પાત્રમાં જોવા મળશે.
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ અનિલ શર્માની ફિલ્મ ‘અર્જુન નાગા’માં ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ માટે મેકર્સ એક શક્તિશાળી વિલનની શોધમાં હતા. અનેક નામો પર ચર્ચા થયા બાદ આખરે અર્જુન રામપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અર્જુનને પણ તેનો રોલ ગમ્યો છે અને તેથી જ તેણે આ પ્રોજેક્ટ માટે તરત સંમતિ આપી દીધી હતી અને તેને આ ફિલ્મ માટે અંદાજે ૬ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ માટે અર્જુન રામપાલને અંદાજે એક કરોડ રૂપિયાની ફી મળી હતી જ્યારે હવે તે છ કરોડ રૂપિયા ફી લઈ રહ્યો છે.
