અદિતતિએ શૅર કરેલા ફોટોમાં તેના અને સિદ્ધાર્થ બન્નેના હાથમાં સગાઈની રિંગ જોવા મળી છે
અદિતિ રાવ હૈદરીએ તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે
અદિતિ રાવ હૈદરીએ તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધાં હોવાની અફવા બાદ તેણે હવે સગાઈની જાહેરાત કરી છે. અદિતિ અને સિદ્ધાર્થે તેલંગણના શ્રીરંગાપુરમાં આવેલા રંગનાથ સ્વામી મંદિરમાં બુધવારે લગ્ન કર્યાં હોવાનુ જાણવા મળ્યું હતું. તેમણે નજીકના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. તે લગ્નને લીધે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાયેલી સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ની એક ઇવેન્ટમાં પણ હાજર નહોતી રહી. જોકે તેમનાં લગ્નની વાતો વચ્ચે અદિતિએ સગાઈની જાહેરાત કરી છે. આ વાતને અદિતિએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ સાથેનો ફોટો શૅર કરીને જણાવી છે. અદિતતિએ શૅર કરેલા ફોટોમાં તેના અને સિદ્ધાર્થ બન્નેના હાથમાં સગાઈની રિંગ જોવા મળી છે. આ ફોટો શૅર કરીને અદિતિએ લખ્યું : તેણે હા પાડી છે. એન્ગેજ્ડ.