કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરીએ પણ સાડી સાથે સિંદૂર લગાવવાનું પસંદ કર્યું હતું
અદિતિ રાવ હૈદરી
આ વર્ષે ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરીએ પણ ભાગ લીધો હતો. અહીં તેણે સવારે ડિઝાઇનર સાડી અને સાંજે સ્ટાઇલિશ ગાઉન પહેરીને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. તેણે ફેસ્ટિવલમાં રૉ મૅન્ગોની લાલ સાડી પહેરીને માંગમાં સિંદૂર ભરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અદિતિ આ પહેલાં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ચૂકી છે, પરંતુ આ વખતે તેનો અંદાજ ચાહકોને વધુ ગમી રહ્યો છે.
અદિતિ રાવની આ તસવીર ઘણા ફૅન્સને પસંદ પડી છે અને પતિ સિદ્ધાર્થે પણ રેડ હાર્ટ ઇમોજીથી કમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.


