ક્રિતી સેનન અને પ્રભાસ હાલ પોતાની ફિલ્મ આદિપુરુષના પ્રમોશનમાં વ્યસ્ત છે. જો કે, આ દરમિયાન ફિલ્મની ટીમ તિરુમાલા મંદિરમાં પહોંચી હતી પણ ત્યાં ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત (Om Raut)નું ક્રિતી સેનનને ભેટવું અને કિસ કરવું ભારે પડી ગયું.
ક્રિતી સેનન (તસવીર સૌજન્ય મિડ-ડે)
ક્રિતી સેનન (Kriti Sanon) અને પ્રભાસ (Prabhas) હાલ પોતાની ફિલ્મ આદિપુરુષ (Adipurush)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જો કે, આ દરમિયાન ફિલ્મની ટીમ તિરુમાલા મંદિરમાં પહોંચી હતી પણ ત્યાં ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત (Om Raut)નું ક્રિતી સેનનને ભેટવું અને કિસ કરવું ભારે પડી ગયું. થયું એવું કે ભગવાનના દર્શન બાદ આખી ટીમ મંદિર પરિસરમાં હતી ત્યારે ક્રિતી બધાની વિદાય લેવા માંડી. આ દરમિયાન નિર્દેશન ઓમ રાઉત ન તો ફક્ત તેને ભેટ્યા પણ ક્રિતી સેનનનાં (Kriti Sanon) ગાલ પર તેમણે કિસ પણ કરી દીધી. હવે આને લઈને તેઓ વિવાદના વમળમાં ઘેરાયા છે.
મંદિર પરિસરમાં ગળે મળવા પર ઊઠાવ્યો વાંધો
તિરુમાલા મંદિરના પરિસરમાં ક્રિતી સેનન અને ઓમ રાઉતનું ગળે મળવું અને આ પ્રકારનું અફેક્શન બતાવવાને લઈને હવે વાંધો ઊઠાવવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના બીજેપી રાજ્ય સચિવે આ મામલે નિવેદન આપ્યું અને આ પ્રકારની હરકતની નિંદા કરી છે. તેમના પ્રમાણે કોઈપણ પવિત્ર જગ્યાએ આ પ્રકારની હરકત કરવી શું જરૂરી છે? તો સોશિયલ મીડિયા પર આને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે. પણ શું ફિલ્મની રિલીઝ પહેલા આ વિવાદ થવો યોગ્ય છે?
ADVERTISEMENT
રિલીઝમાં માત્ર 9 દિવસ છે બાકી
16 જૂન 2023ના રોજ આદિપુરુષ રિલીઝ થવા જઈ રહી છે આને લઈને માહોલ ખૂબ જ સકારાત્મક છે. એવામાં જો ફિલ્મ રિલીઝ પહેલા આને લઈને કોઈપણ વિવાદ થયા છે તો આ યોગ્ય સંકેત નથી. જો કે ક્રિતી સેનન અને ઓમ રાઉત તરફથી હજી આ મામલે કોઈ રિએક્શન આવ્યા નથી. તો હવે આદિપુરુષનું છેલ્લું ટ્રેલર પણ આ રિલીઝ કરી દેવામાં આવ્યું છે કે જેને એક્શન ટ્રેલર કહેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં ખાસ તો રાવણની ઝલક બતાવવામાં આવી છે. આ પાત્ર સૈફ અલી ખાન ભજવવાના છે અને આ ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે તે આ પાત્રમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. દળદાર અંદાજમાં જોવા મળતા સૈફ અલી ખાનને જોઈ દર્શકો તેના પર નજર ખસેડી શકતા નથી.
આ પણ વાંચો : સોળ હજાર હાર્ટ સર્જરી કરનાર ગુજરાતી કાર્ડિયોલોજિસ્ટનું હાર્ટ અટેકમાં જ નિધન
નોંધનીય છે કે આજે આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, આ ટ્રેલર એક્શનથી ભરપૂર છે. `આદિપુરુષ`ના ટ્રેલરમાં રાઘવ પોતાની જાનકીને લઈને લંકાથી લાવવા માટે નીકળતા જોવ મળે છે. ટ્રેલરની શરૂઆત માતા સીતાના (Kriti Sanon) લક્ષ્મણ રેખા પાર કરવાથી થાય છે. માતા જાનકીને ત્યાંથી કેદ કરી પોતાને સાથે લઈ ગયા બાદ રાવણે જે ભૂલ કરી તેની સજા આપવા રાઘવ સાથે તેમની આખી સેના આગળ વધે છે. હનુમાનની શક્તિના ચિત્રણથી લઈને વાનરોની બળશાળી સેના આ વીડિયોમાં ઓમ રાઉતે દરેક પાત્રની ઝલક બતાવી છે. રાવણનું પોતાના દશાવતારમાં આવવું પણ સ્ક્રીન પર વખાણવા યોગ્ય લાગે છે. જો કે, આ ફક્ત આંશિક રીતે દર્શકોની સામે રજૂ કરવામાં આવ્યું છે.