સોભિતા ધુલિપલા અને નાગ ચૈતન્ય એકમેકને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર ફરી ચર્ચામાં આવ્યા છે. સમન્થા રૂથ પ્રભુ સાથેના ડિવૉર્સ બાદ તેમની વચ્ચે નજદીકી વધી હોવાની ચર્ચાઓ ચાલી હતી. તેઓ ડિનર ડેટ પર પણ જોવા મળ્યાં હતાં.
નાગ ચૈતન્ય
સોભિતા ધુલિપલા અને નાગ ચૈતન્ય એકમેકને ડેટ કરી રહ્યાં હોવાના સમાચાર ફરી ચર્ચામાં આવ્યા છે. સમન્થા રૂથ પ્રભુ સાથેના ડિવૉર્સ બાદ તેમની વચ્ચે નજદીકી વધી હોવાની ચર્ચાઓ ચાલી હતી. તેઓ ડિનર ડેટ પર પણ જોવા મળ્યાં હતાં. ‘ધ નાઇટ મૅનેજર પાર્ટ 2’ના પ્રમોશન દરમ્યાન સોભિતાએ આ વિશેના સવાલ પર કમેન્ટ કરવાનું પણ ટાળ્યું હતું. જોકે હાલમાં જ સોભિતાએ એક ફોટો શૅર કર્યો હતો અને એને લઈને તેમની વચ્ચે સાચે જે કંઈ ચાલી રહ્યું છે એ વિશે ફરી ચર્ચા ચાલી રહી છે. સોભિતાએ હાલમાં જ ઍક્ટર મૅથ્યુ મકૉનહે દ્વારા લખેલી બુકનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરતાંની સાથે સોભિતાએ લખ્યું હતું કે ‘છેલ્લા થોડા સમયમાં મેં વાંચેલી સૌથી સારી બુકમાંની આ એક છે. ખૂબ જ અદ્ભુત લાઇફ છે. મને ગીત પણ ખૂબ જ પસંદ પડ્યું છે.’
આ કૅપ્શન બાદ ચાહકોએ તેમની વચ્ચેના તાર ફરી જોડવાનું શરૂ કરી દીધું હતું. આ બુક વિશે થોડા સમય પહેલાં જ નાગ ચૈતન્યએ પણ પોસ્ટ કરી હતી. નાગ ચૈતન્યએ બુક વાંચ્યા બાદ એ સોભિતાને આપી હોય એવી ચર્ચા ચાલી રહી છે. તેમની બન્નેની પોસ્ટ એક જ બુક પર હોવાને લઈને તેમના રિલેશનની વાતે ફરી જોર પકડ્યું છે.

