તેણે ૨૦૧૬માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.
અસિન અને રાહુલ શર્મા
અસિનના ડિવૉર્સની વાત ફેલાતાં તેણે એને ફગાવી કાઢી છે. અસિને ‘બોલ બચ્ચન’, ‘ગજની’ અને ‘હાઉસફુલ 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ૨૦૧૬માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એરીન નામની એક દીકરી છે. હવે તેમના ડિવૉર્સની ચર્ચા થતાં અસિન રોષે ભરાઈ છે. ડિવૉર્સની ચર્ચા એટલા માટે શરૂ થઈ કેમ કે અસિને તેના અને તેના હસબન્ડ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી લીધા હતા. એથી લોકો એમ ધારી બેઠા કે તેમના ડિવૉર્સ થવાના છે. ઇન્સ્ટાગ્રામ પર તેની દીકરીના જ ફોટો છે. આ વાત તેના ધ્યાનમાં આવતાં ઇન્સ્ટાસ્ટોરી પર બળાપો કાઢતાં અસિને લખ્યું કે ‘અમારા સમર હૉલિડેઝ દરમ્યાન અમે સાથે બેસીને અમારો બ્રેકફાસ્ટ એન્જૉય કરી રહ્યાં હતાં અને આ અકલ્પનીય અને પાયાવિહોણા સમાચાર મારા ધ્યાનમાં આવ્યા. અમે એ સમયને યાદ કરી રહ્યાં હતાં જ્યારે અમારો પરિવાર સાથે બેસીને અમારાં લગ્નની તૈયારી કરી રહ્યો હતો અને અમને સાંભળવા મળ્યું કે અમારું બ્રેકઅપ થવાનું છે. સિરિયસલી? પ્લીઝ કાંઈક સારું કરો. (અફસોસ કે મારા અદ્ભુત હૉલિડેમાં આવા સમાચાર માટે મારે પાંચ મિનિટ વેડફવી પડી.) તમારો દિવસ સારો જાય.’


