બૉલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અભિલાષા પાટિલનું ગઈ કાલે રાતે નિધન થઈ ગયું. અભિનેત્રી કોરોનાથી સંક્રમિત હતી અને તેમની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી હતી.
પ્રતીકાત્મક તસવીર
દેશના દરેક ભાગમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના સંક્રમણ થકી અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બૉલિવૂડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના લોકો પણ સતત આની ચપેટમાં આવી રહ્યા છે. એવામાં ખરાબ સમાચારોનો સિલસિલો પણ ચાલુ છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ `છિછોરે`ની કૉ-એક્ટ્રેસ રહી ચૂકેલી અભિનેત્રી અભિલાષા પાટિલનું કોરોનાને કારમે નિધન થઈ ગયું છે.
શરૂઆતના ફેઝમાં ઘરે જ કરાવી રહ્યાં હતાં સારવાર
Zoomમાં છપાયેલા સમાચાર પ્રમાણે અભિલાષા પાટિલ વારાણસીમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. તે જ્યારે પાછાં મુંબઇ પોતાને ઘરે આવ્યા ત્યારે કોવિડનો શિકાર થઈ ગઈ. શરૂઆતી લક્ષણ દેખાયા પછી તેમણે પોતાનો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો. શરૂઆતના સમયમાં તેમણે પોતાના ઘરે રહીને સારવાર લીધી.
ADVERTISEMENT
શ્વાસ લેવામાં થઈ મુશ્કેલી
પછીથી એકાએક અભિલાષા પાટિલને શ્વાસ લેવામાં તકલીફ થઈ, જેના કારણે તેમને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા. ગયા મંગળવારે તેમની તબિયત બગડી અને રાતે તેમનું નિધન થઈ ગયું. અભિલાષાના નિધન થકી મરાઠી અને બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. એક્ટ્રેસના નજીકના અને તેમના ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
આ ફિલ્મોમાં કર્યું કામ
અભિલાષા પાટિલ ફિલ્મ `છિછોરે`નો ભાગ હતું. આ પહેલા તે અનેક ફિલ્મોમાં દેખાઇ ચૂક્યાં હતાં. તેમણે વરુણ ધવન-આલિયા ભટ્ટની ફિલ્મ `બદ્રીનાથ કી દુલ્હનિયા`માં પણ કામ કર્યું હતું. તો તે અક્ષય કુમારની ફિલ્મ `ગુડ ન્યૂઝ`માં અભિનય કરતી જોવા મળી. તે `મલાલ`નો પણ ભાગ રહી. એક્ટ્રેસે અનેક બૉલિવૂડ અને મરાઠી ફિલ્મમાં કામ કર્યું હતું.


