Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થ-ડે બૉય આર. માધવન ફિલ્મ ‘ટેસ્ટ’ના સેટ પર કરશે સેલિબ્રેશન

બર્થ-ડે બૉય આર. માધવન ફિલ્મ ‘ટેસ્ટ’ના સેટ પર કરશે સેલિબ્રેશન

01 June, 2023 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વર્ષે અભિનેતાનો વર્કિંગ બર્થ-ડે

આર. માધવન

આર. માધવન


‘રહેના હૈ તેરે દિલ મેં’ (Rehna Hai Tere Dil Mein)થી બોલિવૂડમાં કારકિર્દીની શરુઆત કરનાર અભિનેતા આર. માધવન (R. Madhvan) આજે ૫૩માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. બોલિવૂડ કારકિર્દીમાં ઉતાર-ચઢાવ જોનાર અભિનેતાનો આજે વર્કિંગ બર્થ-ડે છે. માધવન તેમની આગામી ફિલ્મ ‘ટેસ્ટ’ (Test)ના સેટ પર જન્મદિવસની ઉજવણી કરશે.

આર. માધવન અત્યારે ચેન્નઈ (Chennai)માં નયનતારા (Nayanthara) અને સિદ્ધાર્થ (Siddarth) સાથે આગામી ફિલ્મ ‘ટેસ્ટ’નું શૂટિંગ કરી રહ્યાં છે. માધવન અને સિદ્ધાર્થે પહેલાં પણ સાથે કામ કર્યું છે. તેમણે `આયુથા એઝુથુ` (Aayutha Ezhuthu) અને `રંગ દે બસંતી` (Rang De Basanti) ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ફિલ્મ ટેસ્ટ દ્વારા ફરી સાથે આવી રહ્યાં છે. આ ફિલ્મ ટેસ્ટ ક્રિકેટ મેચ પર આધારિત છે.



વર્કિંગ બર્થ-ડે વિશે વાત કરતા માધવન કહે છે કે, ‘જન્મદિવસનો દિન વિશેષ છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ મારા માટે મારું કામ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. મને જે ગમે છે તે કરવા મળે છે તેને માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. જન્મદિવસના દિવસે હું કામ કરી રહ્યો છું તે સૌથી શ્રેષ્ટ ભેટ છે.’


આ પણ વાંચો – આર. માધવનને યુવાન મહિલાઓ સાથે રોમૅન્ટિક ફિલ્મો નથી કરવી

ફિલ્મ ‘ટેસ્ટ’ વર્ષ ૨૦૦૩માં આવેલી તમિલ ફિલ્મ ‘પ્રિયામના થોઝી’ (Priyamana Thozhi)ની રીમેક છે. ફિલ્મમાં આર માધવન ક્રિકેટરની ભૂમિકા ભજવશે. માધવન વીસ વર્ષ પછી ક્રિકેટ પર આધારિત ફિલ્મમાં કામ કરશે.


તમને જણાવી દઈએ કે, આર. માધવને પોતાની જાતને માત્ર અભિનય સુધી સીમિત નથી રાખી પરંતુ તેની પ્રતિભાને વિસ્તારી અને દિગ્દર્શનની દુનિયામાં પણ સાહસ કર્યું છે અને તેમાં પણ સફળતા મેળવી છે. તાજેતરમાં આઇફા એવોર્ડ્સ ૨૦૨૩ (IIFA Awards 2023)માં તેમની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ `રોકેટરી: ધ નામ્બી ઇફેક્ટ` (Rocketry: The Nambi Effect) માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો. દિગ્દર્શકની સાથે-સાથે માધવને અભિનેતાની ભૂમિકા પણ ભજવી હતી. તેમણે ફિલ્મમાં મુખ્ય પાત્ર નંબી નારાયણની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો – ‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’માં કામ કરવાની ફી નથી લીધી શાહરુખ અને સૂર્યાએ : માધવન

હવે બર્થ-ડે બૉય આર. માધવનને ફિલ્મ ‘ટેસ્ટ’માં જોવા માટે ફેન્સ આતુર છે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK