ભૂમિ પેડણેકરે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં લીડરશિપ, ગ્લોબલ પૉલિસી અને લાઇફ પરનો પ્રેસ્ટિજિયસ કોર્સ પૂર્ણ કર્યો છે. ભૂમિએ આ સમાચાર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા છે.
ભૂમિ પેડણેકરે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં
ભૂમિ પેડણેકરે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં લીડરશિપ, ગ્લોબલ પૉલિસી અને લાઇફ પરનો પ્રેસ્ટિજિયસ કોર્સ પૂર્ણ કર્યો છે. ભૂમિએ આ સમાચાર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા છે. તેણે સ્કૂલમાં પાછા જવાની પડકારજનક પરંતુ સંતોષકારક અનુભૂતિ વિશે પણ ખુલાસો કર્યો.
ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર સર્ટિફિકેટ સાથેની તસવીરો અને હાર્વર્ડમાં તેના સમયની ઝલક આપતા ફોટો અને વિડિયોઝ શૅર કર્યા. અહીં તેની મુલાકાત ન્યુ ઝીલૅન્ડનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન જસિન્ડા આર્ડર્ન સાથે પણ થઈ હતી. આ સિવાય ભૂમિએ તેના સહપાઠીઓ સાથેના ફોટોઝ પણ શૅર કર્યા છે.

