અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મારી દીકરીના ઉછેરનું સંપૂર્ણ શ્રેય માતા ઐશ્વર્યાને જાય છે
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને પોતાના પારિવારિક જીવન વિશે વાત કરી છે. અભિષેકે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યાનો ઉછેર બહુ પર્ફેક્ટ રીતે કરી રહી છે.
અભિષેકે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મારી દીકરી આરાધ્યા પાસે ન તો કોઈ સોશ્યલ મીડિયા અકાઉન્ટ છે અને ન તો તેની પાસે કોઈ ફોન છે. ઐશ્વર્યાએ આરાધ્યા પર આ બધી બાબતો પર પ્રતિબંધ મૂક્યો છે. હું આરાધ્યાના પર્ફેક્ટ ઉછેરની દરેક બાબતનું શ્રેય આરાધ્યાની મમ્મી ઐશ્વર્યાને આપવા ઇચ્છું છું. મને સ્વતંત્રતા છે અને હું મારી ફિલ્મો બનાવવા માટે બહાર જાઉં છું, પરંતુ ઐશ્વર્યા દીકરી આરાધ્યા માટે ઘણી મહેનત કરે છે. ઐશ્વર્યા અદ્ભુત છે અને સંપૂર્ણ નિઃસ્વાર્થ છે. આ મને આશ્ચર્યચકિત કરે છે. મને નથી લાગતું કે પિતાઓમાં માતાઓ જેટલી ક્ષમતા હોય છે. આરાધ્યાનો ઉછેર જે રીતે કરવામાં આવ્યો છે એનાથી તો ખૂબ જ ડેડિકેટેડ છોકરી બની છે. આ જ તેની વ્યક્તિગત ઓળખ છે. તે ખૂબ જ અદ્ભુત છે. તે અમારા પરિવારનું ગૌરવ છે. અમે તેને મેળવીને ગર્વની લાગણી અનુભવીએ છીએ. આરાધ્યાની હાઇટ તો ઐશ્વર્યા કરતાં પણ વધારે છે.’

