તે સામાન્ય રીતે પોતાના અંગત જીવનને સોશ્યલ મીડિયાથી દૂર રાખે છે
અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટ
અમિતાભ બચ્ચન અવારનવાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરતા જોવા મળે છે, પણ બચ્ચન-પરિવારના અન્ય સભ્યો સોશ્યલ મીડિયા પર ખૂબ ઓછા સક્રિય રહે છે. જોકે હાલમાં અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી છે જેણે તેના ફૅન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ પોસ્ટ શૅર કરીને અભિષેકે કૅપ્શનમાં લખ્યું છે, ‘ક્યારેક પોતાને મળવા માટે, બધાથી ‘મિસિંગ’ થવું પડે છે.’
આ પોસ્ટે સોશ્યલ મીડિયા પર અનેક સવાલ ઊભા કર્યા છે. ફૅન્સના મનમાં એક જ સવાલ ઊઠી રહ્યો છે કે અભિષેક અચાનક ગાયબ થવાની વાત કેમ કરી રહ્યો છે? આ પોસ્ટથી એવું લાગે છે કે તે કોઈક વાતથી ખૂબ પરેશાન છે અને એ સમયે તે બધાથી દૂર થઈ જવા માગે છે, પછી એ પરિવાર હોય કે અન્ય. તેની આ નોટથી એવું લાગે છે કે તે પોતાને માટે થોડો સમય કાઢવા માગે છે. જોકે એવું પણ શક્ય છે કે અભિષેક આ પોસ્ટ દ્વારા પોતાની કોઈ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હોય. અભિષેક સામાન્ય રીતે સોશ્યલ મીડિયા પર તેના પ્રોજેક્ટ્સનું પ્રમોશન કરતો હોય છે અને અંગત જીવનને દૂર રાખે છે એથી આ પોસ્ટનું સાચું કારણ શું છે એ તો માત્ર અભિષેક જ જાણે.

