Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભય દેઓલ ગુરુગ્રામની ક્લબમાં બન્યો DJ

અભય દેઓલ ગુરુગ્રામની ક્લબમાં બન્યો DJ

Published : 21 May, 2025 11:19 AM | Modified : 22 May, 2025 07:05 AM | IST | Gurugram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મ્યુઝિકલ પાર્ટી નાઇટનો તેનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે

અભય દેઓલ

અભય દેઓલ


અભય દેઓલ હાલમાં ગુરુગ્રામની એક મોટી ક્લબમાં DJ (ડિસ્ક જૉકી)ની જવાબદારી નિભાવતો જોવા મળ્યો હતો. આ સમયે તેના અંદાજથી ચાહકો અને દર્શકો ઝૂમી ઊઠ્યા હતા. અભય દેઓલે આ વિશે કોઈ પોસ્ટ કરી નથી પરંતુ આ મ્યુઝિકલ પાર્ટી નાઇટનો તેનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે.


આ વિડિયોમાં અભય સિગારેટ પીતાં-પીતાં ધમાલ મ્યુઝિક પ્રેઝન્ટ કરી રહ્યો છે. લોકોએ અભયના આ અંદાજની ખૂબ પ્રશંસા કરી છે અને તેની તુલના બૉબી દેઓલ સાથે પણ થઈ રહી છે. ૨૦૧૬માં બૉબીએ પણ દિલ્હીની એક નાઇટ-ક્લબમાં DJ તરીકેની જવાબદારી નિભાવી હતી.



અભયનો DJ તરીકેનો અંદાજ તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે. કેટલાકે કહ્યું કે તે ભાઈ બૉબી દેઓલના પગલે ચાલી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2025 07:05 AM IST | Gurugram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK