વિશ્વભરના લોકોને પોતાના અવાજથી દીવાના બનાવવા માટે વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે તેણે કરી ખાસ ડીલ
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાના ઍક્ટિંગની સાથે જ સિન્ગિંગ માટે પણ ફેમસ છે. એવામાં તેણે પોતાના સિન્ગિંગને વિશ્વભરના લોકો સુધી પહોંચાડવા માટે વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે ખાસ ડીલ કરી છે. આયુષમાને અગાઉ ‘પાની દા રંગ’, ‘મિટ્ટી દી ખુશ્બૂ’ અને ‘મેરે લિએ તુમ કાફી હો’ ગાયાં છે. વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથેની પાર્ટનશિપનું પહેલું ગીત આ વર્ષે મેમાં રિલીઝ કરવામાં આવશે. આ કોલૅબરેશન વિશે આયુષમાન કહે છે, ‘હું હંમેશાંથી એવા લોકો સાથે જોડાવા માગતો હતો જે મારી જેમ ક્રીએટિવ એક્સલન્સમાં કામ કરવા માગતા હોય. મને પૂરો વિશ્વાસ છે કે વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે હું આ ક્ષેત્રે કાંઈક અગત્યનું બનાવીશ. લોકો માટે હું મારું નવું ગીત લાવવા માટે આતુર છું. લોકોએ કદી ન સાંભળ્યો હોય એવો મારો અવાજ તેમને સાંભળવા મળશે, જે મારા માટે પણ એક્સાઇટિંગ વસ્તુ છે.’