ક્રિષ્ના અને આરતી ગોવિંદાનાં ભાણેજ છે. જોકે તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે.
આરતી સિંઘ
ક્રિષ્ના અભિષેકની બહેન અને ઍક્ટ્રેસ આરતી સિંહ આ વર્ષે તેના બૉયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરે એવી ચર્ચા ચાલી રહી છે. આરતી ‘ઉતરન’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘સસુરાલ સિમર કા’, ‘સંતોષી મા’, ‘બઢો બહૂ’, ‘ઉડાન’ અને ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. ક્રિષ્ના અને આરતી ગોવિંદાનાં ભાણેજ છે. જોકે તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. એથી સવાલ એ પણ ઊભા થાય છે કે શું આરતીનાં લગ્નમાં ગોવિંદા હાજરી આપશે કે નહીં? હિસ્ટરી ટીવી 18ના ‘OMG! યે મેરા ઇન્ડિયા’ના લૉન્ચ દરમ્યાન આરતીનાં લગ્ન વિશે કન્ફર્મેશન ક્રિષ્ના અભિષેકે આપ્યું હતું. આરતી અને તેનો બૉયફ્રેન્ડ દીપક થોડા સમયથી રિલેશનમાં છે. આ બન્ને એપ્રિલ કાં તો મેમાં લગ્ન કરશે.