Aamir Khan son Junaid debut Film: આ ફિલ્મ 14 જૂને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
મહારાજનું પોસ્ટર (તસવીર સૌજન્ય: નેટફ્લિક્સ)
ફિલ્મમેકર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા તેમની `વી આર ફેમિલી` અને `હિચકી` જેવી અનેક સુપર હીટ ફિલ્મો માટે જાણીતા છે. જેથી હવે ઓટીટીના દર્શકોને પણ મનોરંજન પૂરું પાડવા માટે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા ફિલ્મ `મહારાજ` (Aamir Khan son’s Junaid debut Film) સાથે એક ડિરેક્ટર તરીકે તેમનું ઓટીટી ડેબ્યુ કરવા માટે જઈ રહ્યા છે. આ ફિલ્મમાં બૉલીવૂડ અભિનેતા આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન પણ તેનું એક્ટિંગ ડેબ્યુ કરવાનો છે.
સિદ્ધાર્થ પી. મલ્હોત્રા, જે તેમની શાનદાર સ્ટોરીટેલિંગ અને ઉત્તમ દિગ્દર્શનવાળી ફિલ્મો બનાવવા માટે માટે જાણીતા છે. આ જેથી તેમણે તેમના આગામી નવા પ્રોજેકટ ફિલ્મ `મહારાજ` નું પહેલું પોસ્ટર જાહેર કર્યું છે. ફિલ્મ `મહારાજ`ના પહેલા પોસ્ટરના રિલીઝ થયા બાદ જ તેને લઈને સોશિયલ મીડિયા (Aamir Khan son’s Junaid debut Film) પર ચર્ચા શરૂ થઈ દીધી છે. આ ઑપોસ્ટરમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે. `મહારાજ` સાથે ફિલ્મમેકર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ ફરી એક વખત દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ADVERTISEMENT
આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતા સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ (Aamir Khan son’s Junaid debut Film) જણાવતાં કહ્યું કે આ ફિલ્મ 1800ના દાયકાની વાર્તા પર આધારિત છે અને તે સાચી ઘટનાઓથી પણ પ્રેરિત છે. આ ફિલ્મમાં દર્શકોને માનવીય આત્માની તાકાત અને એક સામાન્ય માણસની આસપાસના લોકોની અને સમાજની મદદ કરવાની હિંમત બાબતે જોવા મળશે. ઘોડાગાડી, ઓલ્ડ સ્કૂલ પ્રિન્ટિંગ પ્રેસ, કાચા રસ્તાઓ, સુંદર પરંપરાઓ અને સારા કામ કરવા માટેની ઇચ્છા ધરાવતા માણસની દુનિયામાં તમને આ ફિલ્મ મંત્રમુગ્ધ કરી દેશે જેથી એક બેસ્ટ અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ. `મહારાજ`ને લઈને દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
A fight to uncover the truth. Based on true events - Maharaj is releasing on 14 June, only on Netflix!#MaharajOnNetflix pic.twitter.com/DEFrXnkURE
— Netflix India (@NetflixIndia) May 29, 2024
‘મહારાજા’ આ ફિલ્મ દુનિયાના સૌથી મોટા ઓટીટી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Aamir Khan son’s Junaid debut Film) પર એક્સક્લુસિવલી સ્ટ્રીમ કરવામાં આવવાની છે. આ ફિલ્મની વાર્તા આખી દુનિયાના દર્શકોને જરૂર પ્રભાવિત કરશે જેથી આ ફિલ્મ નેટફ્લિક્સ પર આ ફિલ્મને રિલીઝ થવાથી તે દુનિયાભારના લોકો સુધી પહોંચશે એવી લોકોને આશા છે. આ પ્રોજેક્ટમાં જુનૈદ ખાન સાથે જયદીપ અહલાવત, શરવરી વાઘ અને શાલિની પાંડેએ પણ મહત્ત્વની ભૂમિકાના રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મની સ્ટોરીને વિપુલ મહેતા અને સ્નેહા દેસાઇએ લખી છે. પહેલા પોસ્ટરના રિલીઝમાં ગ્રીપિંગ અને વિઝ્યુઅલી શાનદાર ફિલ્મ માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. જેથી આ ફિલ્મ ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના શાનદાર કરિયરની વધુ એક હિટ ફિલ્મ સાબિત થશે એવી મેકર્સને આશા છે. આ ફિલ્મ 14 જૂને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

