CBFC દ્વારા ફિલ્મમાં બે ફેરફારો કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું, જેના પછી ફિલ્મની રિલીઝને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ હતી
`સિતારે ઝમીન પર`નો સીન
સેન્સર બોર્ડના સકંજામાં ફસાયેલી આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ને આખરે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ખાસ વાત એ છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને કોઈ કટ વગર થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપી છે. આ ફિલ્મને આ મંજૂરી મેળવતાં પહેલાં કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો હતો. CBFC દ્વારા ફિલ્મમાં બે ફેરફારો કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું, જેના પછી ફિલ્મની રિલીઝને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ હતી. આમિર ખાન અને તેમની ટીમે પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો અને સ્પષ્ટ કર્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ અને રજૂઆત પર ખૂબ વિચારપૂર્વક કામ કરવામાં આવ્યું છે. આખરે બોર્ડે કોઈ કટ વગર ફિલ્મને પાસ કરી દીધી છે.

