ફિલ્મનાં ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે લેવાયો નિર્ણય
`લગાન` રીરિલીઝ માટે તૈયાર
આમિર ખાનની ‘લગાન’ની રિલીઝને આ વર્ષે ૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. ૨૦૦૧ની ૧૫ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતીય સિનેમામાં એક આગવી ઓળખ બનાવી હતી. હવે આ ખાસ અવસર પર આમિરે ચાહકોને ડબલ સરપ્રાઇઝ આપતાં ફિલ્મનું નવું 4K ટ્રેલર રિલીઝ કર્યું છે અને સાથે જ ફિલ્મની રીરિલીઝની પણ જાહેરાત કરી છે.
આ નવા ટ્રેલર સાથે આમિર જાહેરાત કરી છે કે ‘લગાન’ ૧૨, ૧૩ અને ૧૪ જૂને ફરીથી સિનેમાઘરોમાં જોઈ શકાશે. ફિલ્મનાં ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે ચાહકોને ફરી એક વાર મોટા પડદા પર આ ઐતિહાસિક ફિલ્મ જોવાનો મોકો મળશે.
