ફી વધારી હોવાની વાતને ફગાવી શાહિદ કપૂરે
‘કબીર સિંહ’ની સફળતાને જોતાં શાહિદ કપૂરે હવે તેની ફીઝ વધારી દીધી છે એ વાતને તેણે રદિયો આપ્યો છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શાહિદ કપૂરે પોતાની ફીઝ વધારતાં ૪૦ કરોડ રૂપિયા કરી દીધી છે. ‘કબીર સિંહ’એ અત્યાર સુધીમાં ૨૭૧.૨૪ કરોડનો બિઝનેસ કર્યો છે. ૨૧ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ હજી પણ થિયેટર્સમાં ચાલી રહી છે. શાહિદ તેલુગુ હિટ્સ ‘જર્સી’ની હિન્દી રીમેકમાં જોવા મળશે એવી શક્યતા છે. આ ફિલ્મ માટે કરણ જોહરે રાઇટ્સ ખરીદી લીધા છે. ફીઝ વધારાને લઈને શાહિદ કપૂરે જણાવ્યું હતું કે ‘મારું બૅન્ક બૅલેન્સ આજે પણ એટલું જ છે જેટલુ ‘કબીર સિંહ’ પહેલાં હતું. વધુ ફી ચાર્જ કરવા માટે મારે પ્રોજેક્ટ સાઇન કરવાની જરૂર છે. જોકે મેં હજી સુધી એક પણ ફિલ્મ સાઇન નથી કરી. ‘કબીર સિંહ’ના બિઝનેસથી કોઈ કમાણી કરી રહ્યું હોય તો એ ભૂષણ કુમાર અને મુરાદ ખેતાની છે.’
આ પણ વાંચોઃ Do Not Disturb વિશે વાત કરે છે મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ

