આ સ્ક્રીનિંગમાં સનીના ૮૯ વર્ષના ડૅડી ધર્મેન્દ્ર બહુ ઉત્સાહમાં હતા. આ ઉત્સાહમાં તેમણે સ્ટેજ પર ભાંગડા ડાન્સ કર્યો હતો. ધર્મેન્દ્રનો આ વિડિયો સામે આવ્યા બાદ લોકો તેમના ઉત્સાહનાં ખૂબ વખાણ કરી રહ્યા છે.
ધર્મેન્દ્રનો આ વિડિયો
સની દેઓલની ‘જાટ’ ગઈ કાલે રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલાં ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં સનીના ૮૯ વર્ષના ડૅડી ધર્મેન્દ્ર બહુ ઉત્સાહમાં હતા. આ ઉત્સાહમાં તેમણે સ્ટેજ પર ભાંગડા ડાન્સ કર્યો હતો. ધર્મેન્દ્રનો આ વિડિયો સામે આવ્યા બાદ લોકો તેમના ઉત્સાહનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. આ સ્ક્રીનિંગમાં સની દેઓલની સ્પેશ્યલ એન્ટ્રી પ્લાન કરવામાં આવી હતી અને એ સમયે ઢોલ વગાડવામાં આવ્યો હતો. ધર્મેન્દ્રના કાનમાં જેવો ઢોલનો અવાજ પેઠો કે તરત તેઓ ભાંગડા કરવા માંડ્યા હતા. ફોટોગ્રાફરોએ આ ખાસ મોમેન્ટને કૅમેરામાં કેદ કરી હતી.

