Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા જીવનમાં ૨૦૨૨ અનેક વખત આવે : કાર્તિક આર્યન

મારા જીવનમાં ૨૦૨૨ અનેક વખત આવે : કાર્તિક આર્યન

01 January, 2023 02:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષ કાર્તિક માટે ખૂબ વિશેષ છે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યનનું કહેવું છે કે તેના જીવનમાં ૨૦૨૨ અનેક વખત આવે, કેમ કે ૨૦૨૨નું વર્ષ તેના માટે ખૂબ સફળ રહ્યું હતું. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ પસંદ પડી હતી. થોડા સમય અગાઉ તેની ‘ફ્રેડી’ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ હતી. એમાં પણ તેનો રોલ લોકોને ખૂબ ગમ્યો હતો. એથી આ વર્ષ કાર્તિક માટે ખૂબ વિશેષ છે. ‘ભૂલભુલૈયા 2’, ‘ફ્રેડી’નો પોતાનો ફોટો અને પોતાની ડૉગી કટોરીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિક આર્યને કૅપ્શન આપી હતી, ‘બાય-બાય ૨૦૨૨. આ વર્ષ મારા માટે ખૂબ સ્પેશ્યલ રહ્યું છે. આશા છે કે ૨૦૨૨ જેવું વર્ષ મારા જીવનમાં અનેક વખત આવે. આ વર્ષ હંમેશ માટે મને યાદ રહેશે. મને ત્રણ સૌથી મોટી બ્લૉકબસ્ટર ‘ભૂલભુલૈયા 2’, ‘ફ્રેડી’ અને કટોરી આપવા માટે થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK