ભારતે પણ આ યુદ્ધમાં જવાનો ગુમાવ્યા હતા. સલમાન આ ફિલ્મમાં કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે એવું કહેવાય છે. કર્નલ બાબુ એ લડાઈમાં શહીદ થયા હતા.
સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું પોસ્ટર જાહેર કર્યું
ગઈ કાલે સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું પોસ્ટર જાહેર કર્યું હતું. આ પોસ્ટર સાથે લખ્યું હતું : સમુદ્રની સપાટીથી ૧૫,૦૦૦ ફુટ ઉપર ભારત એક પણ ગોળી છોડ્યા વગર એનું સૌથી ઘાતકી યુદ્ધ લડ્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યો છે અને સંગીત હિમેશ રેશમિયાનું છે. સલમાન પોતે જ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. લદ્દાખની ગલવાન વૅલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૨૦૨૦ની ૧૫ જૂને જબરદસ્ત ઘર્ષણ થયું હતું જેમાં ભારતીય જવાનોએ જબરદસ્ત વીરતા દેખાડીને અનેક ચીની જવાનોને મોતને ઘાટ ઉતારીને તેમને આગળ વધતા રોક્યા હતા. ભારતે પણ આ યુદ્ધમાં જવાનો ગુમાવ્યા હતા. સલમાન આ ફિલ્મમાં કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે એવું કહેવાય છે. કર્નલ બાબુ એ લડાઈમાં શહીદ થયા હતા.

