Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘એક થી ડાયન’ના શૂટિંગમાં દીપડા પછી વાંદરાઓના ટોળાને લીધે વિક્ષેપ

‘એક થી ડાયન’ના શૂટિંગમાં દીપડા પછી વાંદરાઓના ટોળાને લીધે વિક્ષેપ

12 December, 2012 06:23 AM IST |

‘એક થી ડાયન’ના શૂટિંગમાં દીપડા પછી વાંદરાઓના ટોળાને લીધે વિક્ષેપ

‘એક થી ડાયન’ના શૂટિંગમાં દીપડા પછી વાંદરાઓના ટોળાને લીધે વિક્ષેપ




ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ હાલમાં ઇમરાન હાશ્મી અને હુમા કુરેશીને લઈને ‘એક થી ડાયન’ બનાવી રહ્યા છે. થોડા મહિના પહેલાં આ ફિલ્મના ગોરેગામની ફિલ્મસિટીમાં ઊભા કરવામાં આવેલા સેટ પર એક દીપડો ઘૂસી આવ્યો હતો અને હવે આ ફિલ્મના સેટને વાંદરાઓના ટોળાએ પોતાનું ઘર બનાવી દીધું છે. આ વાંદરાઓ ફિલ્મના કલાકાર અને કસબીઓને ભારે પરેશાન કરતા હોવાને કારણે શૂટિંગમાં વિક્ષેપ પડ્યો છે.

આ વિશે વાત કરતાં પ્રોડક્શન હાઉસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તનુજ ગર્ગ કહે છે, ‘કેટલાક દિવસ પહેલાં ફિલ્મના સેટ પર છથી સાત વાંદરાઓનું ટોળું આવી પહોંચ્યું હતું એને લીધે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. જોકે ચોકીદારે ત્યારે વાંદરાઓને ભગાડી દીધા હતા, પરંતુ ત્યાર બાદ વારંવાર આવી જાય છે. આ પહેલાં ફિલ્મના સેટ પર દીપડો જોવા મળ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK