Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હવાના વેપન : તમરા જેવી ચચરાટી કરતા અવાજથી પણ તમારા પર હુમલો થઈ શકે ખરો

હવાના વેપન : તમરા જેવી ચચરાટી કરતા અવાજથી પણ તમારા પર હુમલો થઈ શકે ખરો

Published : 14 August, 2023 11:45 AM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

અમેરિકાએ આ જ પ્રકારના ખતરાને લીધે ક્યુબાની રાજધાની હવાનામાં આવેલી પોતાની એમ્બેસી બંધ કરી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


આવું બન્યું છે અને અમેરિકાએ આ જ પ્રકારના ખતરાને લીધે ક્યુબાની રાજધાની હવાનામાં આવેલી પોતાની એમ્બેસી બંધ કરી દીધી છે. અત્યાર સુધી એ એમ્બેસીમાં કામ કરનારા અસંખ્ય લોકો બીમાર પડ્યા છે અને એની બીમારીનું કારણ જાણી કે સમજી શકાયું નથી. એમ્બેસીમાં સતત વ‌િચિત્ર પ્રકારનો અવાજ આવ્યા કરે છે, જે અવાજ તમરાં બોલતાં હોય એવો તીણો હોય છે. અમેરિકાએ હજી સુધી સત્તાવાર રીતે જાહેર નથી કર્યું, પણ એણે તપાસ શરૂ કરી દીધી છે કે આ કોઈ માઇક્રોવેવ હથિયાર છે કે નહીં? જેમાં પ્રથમદર્શી પુરાવા તરીકે તેમને જવાબ હકારમાં મળ્યો છે. આ જ કારણે અમેરિકાએ આ જે અવાજ છે એને હવાના વેપનનું નામ આપ્યું છે.

એમ્બેસીમાં કામ કરીને બીમાર પડેલા લોકો પર અત્યારે જાતજાતનાં ટેસ્ટ‌િંગ ચાલી રહ્યાં છે, જેના આધારે એવું પુરવાર થઈ રહ્યું છે કે એ જે અવાજ છે એ અવાજને લીધે શરીરમાં રહેલું પાણી ગરમ થાય છે અને બૉડીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિસ્ટર્બ કરે છે, પણ મુદ્દો એ છે કે શું આ હવાના વેપન તરીકે ઓળખાતું વેપન ખરેખર છે ખરું?



હોઈ શકે છે અને એ હોય તો તમારે સહેજ રીતે સતર્ક થવાની જરૂર છે. કોરોના સમયે પણ એવી જ વાત આવી હતી કે એ એક સામાન્ય રીતે ફેલાતો વાઇરસ છે, પણ એ પછી અનેક પ્રકારે એવું પુરવાર થયું કે એ મૅનમેઇડ વાઇરસ હતો અને ચાઇના એમાં સામેલ હતું. એ જ રીતે અત્યારે અમેરિકાને હેરાન કરવાનું શરૂ કરનારું હવાના વેપન માટે પણ એવું જ કહેવાય છે કે એ ચાઇના દ્વારા બનાવવામાં આવેલું એક એવું વેપન છે જે માણસને મારી નથી નાખતું, પણ અધમૂઓ કરી નાખે છે.


હવાના વેપનની જેકોઈના પર અસર થઈ છે તેમના બન્ને કાનથી માંડીને માનસિક બાબતો પર બહુ અસર જોવા મળી છે, તો સાથોસાથ તેઓ ધીમે-ધીમે હવાના સિન્ડ્રૉમનો પણ શ‌િકાર બનવા માંડ્યા છે. તેમને સતત એવું લાગવાનું શરૂ થઈ ગયું છે કે હજી પણ એ અવાજ આવી રહ્યા છે અને એ અવાજને કારણે તેઓ રીતસર ઇરિટેશન વચ્ચે જીવી રહ્યા છે. હવાના વેપન કે પછી એ પ્રકારનાં જેકોઈ નવાં વેપન જન્મી રહ્યાં છે એ આપણી પૃથ્વીને નાબૂદ કરવાની દિશામાં કાવતરાના ભાગરૂપ છે, પણ આ સમજણ તેને હોય જેનામાં માણસાઈ હોય.

ચાઇના એક એવો હેવાન દેશ છે જે સેલ્ફ સેન્ટર્ડ છે અને સતત જમીનની ભૂખ વચ્ચે જીવી રહ્યો છે. કોરોના પછી કોરાણે મુકાયેલા ચાઇનાને નવેસરથી મેઇન સ્ટ્રીમમાં આવવું છે, પણ અમેરિકા અને ભારત એ બે દેશે એને જે રીતે હાંસિયાની બહાર ધકેલી દેવાનું કામ કર્યું છે એને લીધે ચાઇના ફરીથી ઊભું થઈ, દુનિયા પર રાજ કરી શકે એવી સંભાવના નહીંવત્ દેખાય છે. મુદ્દો એ છે કે આપણે એ હરામખોર દેશને ભૂલથી નવી હવા આપી ન બેસીએ અને ન ભૂલીએ કે ‘બૉયકૉટ ચાઇના’ આજે પણ આ દેશમાં લાગુ થયેલી નીતિ છે અને એ નીતિને આપણે કન્ટ‌િન્યુ રાખવાની છે. જરૂરી નથી કે દર પહેલી તારીખે આ વાતની જાહેરાત સરકાર કરે અને દર વખતે આપણને જગાડે. ના, જરા પણ નહીં. આપણે સજ્જ નાગરિક છીએ અને સભાનતા સાથે આગળ વધવું એ આપણો ધર્મ છે. માટે ભૂલથી પણ, ચાઇના નવેસરથી ઘરમાં દાખલ થવા ન માંડે એનું ધ્યાન રાખજો.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2023 11:45 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK