Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > શું જાહેરમાં ન રાખવું?

શું જાહેરમાં ન રાખવું?

Published : 10 December, 2023 10:58 AM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

સભાનતાના અભાવે કે પછી અજ્ઞાન વચ્ચે અમુક ચીજવસ્તુઓ ઘર કે ઑફિસમાં જાહેરમાં પડી હોય એવું બનતું હોય છે, પણ જે દુષ્પરિણામ માટે કારક બનતી હોવાથી એવી ચીજવસ્તુ જાહેરમાં રાખવાનું ટાળવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

શુક્ર શનિ

પ્રતીકાત્મક તસવીર



નાનું ઘર હોય એટલે કે પછી સભાનતાનો અભાવ કે પછી અજ્ઞાનતા. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના લોકો અમુક એવી ચીજવસ્તુ જાહેરમાં રાખતા હોય છે જે રાખવી હિતાવહ નથી, કારણ કે એ નકારાત્મકતા કે પછી દુષ્પરિણામને કારક બને છે અને એવું ન બને એટલે એ ચીજ જો જાહેરમાં રાખવામાં આવતી હોય તો એને તાત્કાલિક રોકવી જોઈએ.
આજે વાત કરીશું એવી ચીજવસ્તુઓની જે ઘરમાં જાહેરમાં ન રાખવી જોઈએ.


૧. આંતરવસ્ત્રો. હા, અન્ડરગાર્મેન્ટ્સને જાહેરમાં ક્યારેય રાખવાં નહીં કે પછી ધોયા પછી એને જાહેરમાં સૂકવવાં નહીં. જાહેરમાં સૂકવવામાં આવતાં કે પછી રાખવામાં આવતાં આંતરવસ્ત્રો પતિ-પત્ની કે અન્ય પર્સનલ રિલેશનશિપ પર નકારાત્મક અસર કરે છે અને સંબંધોમાં સ્ટ્રેસ ઊભું કરે છે. જો ઘરમાં કપડાં સૂકવવા માટે સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને રાતના સમયે સૂકવીને વહેલી સવારે અન્યની નજર પડે એ પહેલાં હટાવી લેવાં જોઈએ. એવી જ રીતે જો ઘરમાં રાખવાની સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને મુખ્ય કપડાંની પાછળ, કોઈને દેખાય નહીં એ રીતે ગોઠવવાં જોઈએ.
૨. ઘરમાં પ્રવેશતી વખતે સીધાં શૂઝ કે ચંપલ દેખાય એવી રીતે એને મૂકવાં નહીં. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર લક્ષ્મીનું આગમન દ્વાર છે, જ્યારે શૂઝ-ચંપલ નકારાત્મકતાનું પ્રતીક છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવતાં શૂઝ-ચંપલ લક્ષ્મીના આગમનમાં અવરોધક બને છે, જેને લીધે પરિવારમાં આર્થિક ઉપાર્જન સાથે સંકળાયેલા લોકોની કરીઅરમાં બાધા ઊભી થાય છે. પૈસા સરળતા અને સહજતા સાથે કમાઈ નથી શકાતા તો સાથોસાથ ધારણા મુજબની ઇન્કમ નથી થતી. એક આડ વાત. શૂઝ-ચંપલ શક્ય હોય ત્યાં સુધી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવાં જોઈએ. યાદ રાખજો, પ્રગતિની દિશા ઉત્તર અને પૂર્વ છે એટલે એ દિશામાં સંભવ હોય ત્યાં સુધી કોઈ પણ જાતની અડચણ રાખવી નહીં.
૩. ફાટેલા ઓછાડ, તકિયાનું કવર કે પછી તૂટેલી-ફૂટેલી એક પણ ચીજ જે સહજ રીતે લોકોની નજરમાં આવે એને રાખવી જોઈએ નહીં. આર્થિક રીતે પરવડતું ન હોય તો ફાટેલા ઓછાડ કે તકિયાના કવરને યોગ્ય રીતે સાંધીને એનો ઉપયોગ કરવો જોઈએ તો તૂટેલી-ફૂટેલી ચીજ ફેંકી શકાય એમ ન હોય તો સહજ રીતે એ ચીજવસ્તુ નજરે ન ચડે એનું ધ્યાન રાખીને એને એવી રીતે મૂકી દેવી જોઈએ તથા જ્યારે અનિવાર્ય હોય ત્યારે જ એને વપરાશ માટે કાઢવી જોઈએ.
૪. જો ઘરમાં બાળકો હોય અને તેઓ પોતાની સ્કૂલ-બુક્સને અસ્તવ્યસ્ત મૂકી દેતાં હોય તો એ પ્રક્રિયા બંધ કરવી. જ્ઞાનના માર્ગ સમાન એ બુક્સ વ્યવસ્થિત મૂકવાની આદત તેમણે પાળવી જોઈએ અને ધારો કે એવું ન થઈ શકતું હોય તો એ કામ ઘરના વડીલોએ સંભાળી લેવું જોઈએ. ધારો કે કૉલેજમાં ભણતાં હોય એ ઉંમરનાં સંતાનો હોય તો તેઓ પોતાના પ્રોજેક્ટ્સને લગતી એક પણ ચીજ ખુલ્લામાં ન મૂકે એ માટે તેમને સમજાવો કે એનર્જી બહુ અગત્યની છે, એનો વેડફાટ ન થવો જોઈએ. 
પુસ્તકો નિર્જીવ છે, પણ એમનામાં એનર્જી છે અને એટલે જ એમનો ઉપયોગ કરવામાં આવે છે. અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકોની એનર્જી એક જગ્યાએ સંગ્રહિત નથી થતી એટલે સારું રિઝલ્ટ લાવવામાં એ બાધક બને છે.
પ. શાવર લઈને ટુવાલ કે પછી સૂઈને જાગ્યા પછી વેરવિખેર થયેલા બેડને પણ એમ જ રાખવા જોઈએ નહીં. હંમેશાંનો નિયમ હોવો જોઈએ કે શાવર લીધા પછી ટુવાલ તરત એની જગ્યા પર સૂકવવા માટે મૂકી દેવો જોઈએ અને સવારે જાગીને ફ્રેશ થયા પછી વહેલામાં વહેલી તકે બેડને પણ બરાબર કરી નાખવો જોઈએ. બેડ માટે પણ નિયમ હોવો જોઈએ કે એના પર ક્યારેય એકી સંખ્યામાં તકિયા કે એક રજાઈ રાખવાં નહીં. જો અપરિણીત હો તો એકી સંખ્યા એકલતા આપવાનું કામ કરે છે અને મૅરિડ હો તો એકી સંખ્યા દામ્પત્યજીવનમાં ક્લેશ ઊભો કરવાનું પણ કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 10:58 AM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK