° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


ગોલ્ડન વર્ડ્‍સ : કાચના ઘરમાં રહેનારાઓએ કપડાં બદલતાં પહેલાં ૧૦૦ વખત વિચારવું અનિવાર્ય છે

17 March, 2023 04:46 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ઘરમાં શું ચાલે છે એ જોવાને બદલે બીજાની થાળીમાં મોઢું માંડવા જનારા આવા રિસર્ચર્સને કોઈ હક નથી કે એ બહાર નજર કરે.

ગૌતમ અદાણી ફાઇલ તસવીર મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌતમ અદાણી ફાઇલ તસવીર

આ વાત હિંડનબર્ગ રિસર્ચને લાગુ પડે છે અને એ પણ આ કથન અત્યારે સમજી શકે એવી અવસ્થા પર આવી ગયું હશે એવું ધારી શકાય છે. જરા વિચારો કે હિંડનબર્ગે આપણા દેશની એક કંપની પર વાર કર્યો અને એનું પરિણામ એ આવ્યું કે આપણા દેશનાં ઇકૉનૉમિકલ સેન્ટિમેન્ટ્સ ડિસ્ટર્બ થયાં. અમેરિકા કે હિંડનબર્ગના મનમાં જે પાપ હોય એ, પણ તમે જુઓ કે આજે અમેરિકાની બે બૅન્કને તાળાં લાગી ગયાં અને આખું અમેરિકા વિચિત્ર કહેવાય એવા આર્થિક વમળ વચ્ચે અટવાઈ ગયું. સાહેબ, કાચના ઘરમાં રહેનારાઓએ કપડાં બદલતાં પહેલાં ૧૦૦ વખત વિચારવું જોઈએ અને એના વિના છૂટકો પણ નથી.

જે હિંડનબર્ગ રિસર્ચ અદાણીનાં ફન્ડામેન્ટ્સ વિશે લવારી કરતી હતી એ જ હિંડનબર્ગને અત્યારે ટ્વિટર પર સૌકોઈએ રીતસર આડા હાથે લીધી છે. ઘરમાં શું ચાલે છે એ જોવાને બદલે બીજાની થાળીમાં મોઢું માંડવા જનારા આવા રિસર્ચર્સને કોઈ હક નથી કે એ બહાર નજર કરે. તેની પહેલી ફરજ છે કે એ પોતાના દેશમાં જુએ અને ત્યાં રહેલી નબળી કંપનીઓ સામે દુનિયાનું ધ્યાન દોરે, પણ ના, હિંડનબર્ગ ભૂલી ગયું કે પોતે કાચના ઘરમાં રહે છે અને એણે તો મસ્ત રીતે એક પછી વસ્ત્રો ઉતારીને અંગપ્રદર્શનનો આરંભ કરી દીધો, જેનો લાભ હવે દુનિયાઆખી લે છે.

આ પણ વાંચો: અપેક્ષાઓ રાખતાં પહેલાં એક વખત જાતને ચકાસી લેવી અનિવાર્ય અને આવશ્યક છે

ફડચામાં જઈને જે બે અમેરિકન બૅન્કોએ તાળાં મારવાં પડ્યાં એની પાછળનું તારણ અને કારણ પણ સમજવા જેવું છે. મંદીપ્રેમીઓએ તો બે ઘરે લાપસીનાં આંધણ મૂકી દીધાં હશે તો અનેક કંપનીઓ અને બૉસ એવા પણ હશે જેને આ બધા સાથે કંઈ લેવાદેવા નહીં હોવા છતાં પોતાનું આ બાબતનું એક્સપર્ટાઇઝેશન દુનિયા સામે ઊલટી કરીને ઓકશે. ઓકશે પણ ખરું અને મંદીનાં ગાણાં ગાઈને પૈસા બચાવવાની ફિરાક પણ આરંભશે, પણ હકીકત એ છે કે બંધ થયેલી આ અમેરિકન બૅન્કમાં કોઈ પણ વ્યક્તિનો ડૉલર ફસાયો નથી. અમેરિકી રેગ્યુલેટરે બૅન્ક પોતાના કબજામાં લઈ લીધી અને હવે એ બધો આર્થિક વહીવટ સંભાળશે, પણ એ સંભાળવા માટે ચોક્કસપણે બહાર આપેલો ડૉલર પાછો લાવશે અને લોન પણ જલદી પૂરી કરવાની ડિમાન્ડ કરશે તો સાથોસાથ નવી બધી લોન રદ કરી નાખશે.

અમેરિકી અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો છે એવું કહેનારાઓએ એ પણ યાદ રાખવું જોઈશે કે આ બન્ને બૅન્ક બંધ થવાથી નવું ફન્ડ બહાર નહીં આવે, જ્યારે આપણે ત્યાં ઊલટું થતું. આપણે ત્યાં બૅન્કમાં રહેલું ફન્ડ બહાર આવતું અટકી જતું અને એટલે એની સીધી અસર આપણે ત્યાં કૉમનમૅન પર જોવા મળતી, પણ અમેરિકામાં એવું નથી બનવાનું. અમેરિકામાં જે બનશે એ એવું ભયાનક પણ નહીં હોય અને એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે આપણે છાકટા થઈને ફરતા રહીએ. ના, જરા પણ નહીં. ચેતતો નર સદા સુખી. આ જે કહેવત છે એ કહેવતને જીવનમાં ઉતારીને આપણે શ્રેષ્ઠતમ રીતે જીવવાની કોશિશ કરીએ અને જ્યાં પણ, જ્યારે પણ તક મળે ત્યારે જાતને પૂછીએ કે ‘આ ખર્ચ વાજબી છે ખરો?!’
જવાબ જો હકારમાં આવે તો બે વખત પૂછવું અને ધારો કે જવાબ નકારમાં મળે તો એ ખર્ચ ટાળીને આગળ નીકળી જવું.

17 March, 2023 04:46 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

મનમાં રહે સદા એક ભાવ : શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ રહી છે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં બનતા બનાવોની પાછળનું હાર્દ સમજવાની કોશિશ કરે

24 March, 2023 10:18 IST | Mumbai | Manoj Joshi

આજની ઘડી રળિયામણી : જીવનમાં ક્યારેય એક વાત ભૂલવાની ન હોય તો એ છે આ વાત

મન જ ન હોય તો શું સુખ અને શું દુઃખ. હોવાપણાનું જે મહત્ત્વ છે એ આપણે ત્યાં શાસ્ત્રોમાં ખૂબ ગવાયું

23 March, 2023 04:44 IST | Mumbai | Manoj Joshi

હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

માણસની શ્રદ્ધા વાસી બાબતો પર વધારે હોય છે. પરિણામે ધર્મની સતત વહેતી સરિતામાં તરવાને બદલે તે પંથોના તળાવમાં ડૂબવાનું વધારે પસંદ કરે છે.

22 March, 2023 06:14 IST | Mumbai | Pravin Solanki

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK