Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > અમાનુષી માનસિકતા : એ નિર્દયતા પશુજનક છે એવું કહીએ તો પશુઓનું અપમાન થયું ગણાશે

અમાનુષી માનસિકતા : એ નિર્દયતા પશુજનક છે એવું કહીએ તો પશુઓનું અપમાન થયું ગણાશે

25 May, 2023 02:39 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સોશ્યલ મીડિયા પર બૅન મુકાઈ રહેલો આ વિડિયો વિશ્વાસપાત્ર કહેવાય એવી એક વ્યક્તિએ ફૉર્વર્ડ કર્યો હતો અને જોવાનું શરૂ કર્યા પછી વીસમી સેકન્ડે વિડિયો અટકાવીને તે વ્યક્તિને ફોન કરીને કહ્યું હતું કે આ પ્રકારના વિડિયો મને ફૉર્વર્ડ કરવા નહીં.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


રૂંવાડાં ઊભાં થઈ જાય અને શ્વાસ થંભી જાય એવી હાલત છે અત્યારે. એ વિડિયો જોયાને ઑલમોસ્ટ બે કલાક પસાર થઈ ગયા છે અને એ પછી પણ એકેક રૂવે ખુન્નસ પ્રસરેલું છે. નિર્દયતાની હદ કહેવાય એવો એ વિડિયો છે. એ વિડિયોની વાત કરતાં પહેલાં એટલું ચોક્કસ કહીશ કે એમાં જે નિર્દયતા છે એ પશુજન્ય છે એવું કહીએ તો ખરેખર પશુઓનું પણ અપમાન થયું લેખાય અને એટલે જ કહું છું કે આ દિશામાં કામ થવું જોઈએ અને તાત્કાલિક કામ થવું જોઈએ.

જે વિડિયોની આપણે વાત કરીએ છીએ એ વિડિયો કેરલનો હોવાનું કહે છે. એ માત્ર ૫૦ સેકન્ડનો વિડિયો છે, પણ તમને ગૅરન્ટી સાથે કહેવાનું મન થાય કે એ ૫૦ સેકન્ડ પણ તમે જોઈ શકવાના નથી. સોશ્યલ મીડિયા પર બૅન મુકાઈ રહેલો આ વિડિયો વિશ્વાસપાત્ર કહેવાય એવી એક વ્યક્તિએ ફૉર્વર્ડ કર્યો હતો અને જોવાનું શરૂ કર્યા પછી વીસમી સેકન્ડે વિડિયો અટકાવીને તે વ્યક્તિને ફોન કરીને કહ્યું હતું કે આ પ્રકારના વિડિયો મને ફૉર્વર્ડ કરવા નહીં. વિડિયોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક યુવા કાર્યકરને અતિશય માર મારવામાં આવે છે. ઢોરમાર ખાતા એ યુવકને મારવાનું ચાલુ જ છે ત્યારે એક વ્યક્તિ એવું કહે છે કે મસ્જિદ મેં ઉસે લે ચલો. એકત્રિત થયેલી ભીડ એ યુવકને ધક્કા મારતાં-મારતાં મસ્જિદમાં લે છે અને પછી એક કટ સાથે ફરી વિડિયો શરૂ થાય છે. યુવકનું શર્ટ હવે નીકળી ગયું છે. તેણે પૅન્ટ પહેર્યું છે અને તેના બન્ને હાથ બાંધી દેવામાં આવ્યા છે તો આંખો પર પટ્ટી પણ મારી દેવામાં આવી છે. તેના ખુલ્લા ગળા પાસે એક લાંબો છૂરો છે, ખાટકીવાડમાં વાપરવામાં આવતો હોય એવો લાંબો છૂરો બરાબર જગ્યા પર ગોઠવાય છે અને પછી એક ઘા તે યુવકની ગરદન પર પડે છે અને લોહીના ફુવારા ઊડે છે. હજી પેલા યુવકનો જીવ ગયો નથી. તે તરફડિયાં મારતો ઊભો થવા જાય છે એટલે ત્યાં ઊભેલા લોકો તેને પકડીને ફરીથી સુવડાવે છે. આ વખતે તેને છાતીભેર સુવડાવવામાં આવ્યો છે અને હવે તેની ગરદનની પાછળના ભાગથી પેલા છૂરાથી ઘા મારવાના શરૂ થાય છે અને એ ઘા એક પછી એક લાગ્યા જ કરે છે.વિડિયો હજી આગળ છે, પણ એ પછી જોવાની કોઈ હિંમત રહી નહોતી એટલે આગળનાં દૃશ્ય વિશે વધારે વાત થઈ નહીં શકે અને એ વાત બહુ મહત્ત્વની પણ નથી. મહત્ત્વની વાત એ છે કે આપણે કયા સમાજમાં જીવીએ છીએ, કઈ દુનિયામાં આપણે જીવીએ છીએ? આ તે કેવી માનસિકતા અને કેવી હીનતા? તમે કેવી રીતે આમ કોઈનો જીવ લઈ શકો અને એ પણ આટલી નિર્દયતા સાથે? ઉશ્કેરાટમાં પહેલો ઘા થઈ શકે, પણ અહીં તો એક પછી એક ઘા લાગતા જ રહ્યા છે અને પેલાના નાભિમાંથી નીકળતા ઊંહકારા તમારા ઠંડા પડી ગયેલા લોહીને ઉશ્કેરવાનું કામ કરે છે. રીતસર તમારા હાંજા ગગડી જાય અને જો આવું કોઈ દૃશ્ય ફિલ્મમાં લેવામાં આવ્યું હોય તો સેન્સર બોર્ડ તો ઠીક, પણ સુપ્રીમ કોર્ટ પણ કોઈ દલીલ સાંભળ્યા વિના એ કટ કરવાનો આદેશ આપે, જ્યારે અહીં તો આ સાચી ઘટનાનો વિડિયો છે. આ જ વાત કાલે આગળ ધપાવીશું, પણ જો ક્યાંય વિડિયો જોવા મળે તો જોજો. એ જોશો તો જ વાત સમજાશે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 02:39 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK