° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


જાણો, માણો ને મોજ કરો

13 January, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

શોભા કલાન્ત્રીએ આ મૃત:પ્રાય થઈ રહેલી કળાને મૉડર્ન ટચ આપીને એને મ્યુરલ આર્ટમાં વાપરી શકાય એ રીતે ડેવલપ કરી છે. 

જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

મડ-મિરર આર્ટવર્ક 

માટી અને આભલાનો સુંદર સમન્વય કરીને બનતું ગ્રામીણ કચ્છી ટ્રેડિશનલ આર્ટવર્ક કચ્છી લાઇફસ્ટાઇલનું અભિન્ન અંગ છે. ગોળાકાર ભુંગાઓની અંદરની દીવાલો પર મડ-મિરરનું આર્ટવર્ક સજાવટ માટે વપરાય છે. એમાં ડલ ઑરેન્જ, ડીપ બ્રાઉન, ઑલિવ ગ્રીન જેવી માટીને મળતા આવતા રંગો વધુ વપરાય છે. શોભા કલાન્ત્રીએ આ મૃત:પ્રાય થઈ રહેલી કળાને મૉડર્ન ટચ આપીને એને મ્યુરલ આર્ટમાં વાપરી શકાય એ રીતે ડેવલપ કરી છે. 
ક્યારે?: ૧૬ જાન્યુઆરી
સમય: બપોરે ૨થી ૬
ક્યાં?: સ્ટુડિયો 
પેપરફ્રાય, 
કલ્પતરુ સ્પાર્કલ, 
કલાનગર, બાંદરા-ઈસ્ટ
કિંમત: ૨૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: insider.in

માઇમ ઍક્ટિંગ 

શબ્દોનો ઉપયોગ કર્યા વિના માત્ર બૉડી મૂવમેન્ટ્સનો ઉપયોગ કરીને એક સ્ટોરી કહેવાની માઇમ ઍક્ટિંગ શીખવા માટે વિશેષ ટ્રેઇનિંગની જરૂર પડે છે. ઍક્ટર્સ પોતાના બૉડી અને ચહેરાનો ઇફેક્ટિવલી ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરી શકે તો ઍક્ટરની સ્કિલ્સ મજબૂત થાય છે. ત્રણ દિવસની માઇમ ઍક્ટિંગનો વર્કશૉપમાં બૉડી મૂવમેન્ટ અને બૉડી બૅલૅન્સિંગ માટે સાયન્ટિફિક અને ટેક્નિકલ ટ્રેઇનિંગ આપશે. 
ક્યારે?: ૧૪, ૧૫ ૧૫ જાન્યુઆરી
સમય: સાંજે ૬થી ૭.૩૦ 
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર 
કિંમત: ૧૨૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: bookmyshow.com

કામશેત પૅરાગ્લાઇડિંગ ઍડ્વેન્ચર 

પશ્ચિમ ઘાટની સહ્યાદ્ર‌િ રેન્જ પર એના સૌંદર્યને માણવા ઉપરાંત કંઈક સાહસિક કરવાની ઇચ્છા હોય તો પહોંચી જાઓ કામશેત ઘાટ. પંખીની જેમ હવામાં ઊડવાની અને પંખીની નજરે સહ્યાદ્ર‌િના સૌંદર્યને માણવાની મજા ટ્રેઇન્ડ પાઇલટ્સના અસિસ્ટન્સમાં લેવા જેવી છે. મુંબઈથી અઢી કલાક ડ્રાઇવના અંતરે આવેલા હિલ-સ્ટેશન પર ઍડ્રિનાલિક ઇન્ડ્યુસિંગ ઍડ્વેન્ચર માટે પહેલેથી જ બુક કરાવી લો. 
ક્યારે?: ૧૬ જાન્યુઆરી
ક્યાં: કામશેત ઘાટ
કિંમત: ૨૯૯૯ રૂપિયા 
રજિસ્ટ્રેશન: thrillophilia.com

જૈવિક ફાર્મિંગ વિશે જાણો અવનવી વાતો 

કર્જતના આર્ટ વિલેજમાં કુદરતી જીવનશૈલીથી રહેવાની મજા તો છે જ સાથે ઑર્ગેનિક ફાર્મિંગનું પ્રાથમિક એજ્યુકેશન પણ મળશે. ન્યુટ્રિશન અને ગુડ ક્વૉલિટી ફૂડમાં માનતા ઍગ્રિકલ્ચરિસ્ટ આકાશ ચોરસિયા સાથે વીક-એન્ડ ગાળો અને આર્ટ વિલેજના ફાર્મમાં ફરીને જૈવિક ફાર્મિંગ કેવી રીતે શરૂ થઈ શકે એનું પ્રૅક્ટિકલ ગાઇડન્સ મેળવવાનો મોકો મળશે. નૅચરલ ઇકો-સિસ્ટમને સમજવાનું, એના પ્રયોગો કરવાનું અનોખું સ્થળ છે આર્ટ વિલેજ.
ક્યારે?: ૧૫-૧૬ જાન્યુઆરી
સમય: સવારે ૯થી સાંજે ૭
ક્યાં?: આર્ટ વિલેજ, નેક્સ્ટ ટુ એન.ડી. સ્ટુડિયો, કર્જત
કિંમત: ઇન્ક્વાયરી પર મળશે.
રજિસ્ટ્રેશન: info@artvillege.co

અજરખ પેઇન્ટિંગ 

૪૫૦૦ વર્ષ જૂની સિંધ પ્રાંતની અજરખ આર્ટ હાલમાં કચ્છના ખ‌ત્રીઓ અને રાજસ્થાન બાડમેરમાં પ્રચલિત છે. અજરખ પ્રિન્ટની વર્કશૉપમાં કૉટન અને સિલ્કના કપડા પર વુડન બ્લૉક્સથી પ્રિન્ટિંગ શીખવવામાં આવશે. વિવિધ કલરનું ડાઇંગ અને વૉશિંગ તેમ જ કલર ડેવલપમેન્ટ માટે બૉઇલિંગ કઈ રીતે થાય એ પણ શીખવવામાં આવશે. 
ક્યારે?: ૧૫ અને ૧૬ જાન્યુઆરી
સમય: સવારે ૧૦થી બપોરે ૧
ક્યાં?: ઇતીહા સ્ટુડિયો, ઉર્મિ એસ્ટેટ, લોઅર પરેલ
કિંમત: ૫૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન: allevents.in

સોન્ડાઈ ફોર્ટ ટ્રેકિંગ 

ભલે બહુ જાણીતું સ્થળ નથી, પરંતુ માથેરાનની રેન્જનો જ ભાગ એવો સોન્ડાઈ ફોર્ટ કર્જતનું છૂપું સુંદરતમ ડેસ્ટિનેશન બની શકે છે. સોનેવાડી બેઝ વિલેજથી પ્લૅટો સુધી પહોંચવા માટે ૧૫-૨૦ મિનિટ જ લાગે છે. પાસે જ રિઝર્વ વૉટરનું ઝરણું છે. જમણી બાજુએ પથ્થરમાંથી કોતરેલા દાદરા છે જેનાથી હિલ પર ચડવાનું શરૂ થાય છે. સોન્ડાઈ ટેમ્પલ ખૂબ પવિત્ર મનાતું હોવાથી ત્યાંથી આગળ શૂઝ કાઢીને ખુલ્લા પગે આગળ વધવાનું અને પછી પીક પરથી જે અપ્રતિમ સૌંદર્ય જોવા મળે એની મજા લેવા જેવી છે
ક્યારે?: ૧૫-૧૬ જાન્યુઆરી
સમય: ૧૫મીએ રાતે ૧૧ વાગ્યાથી ૧૬મીએ બપોરે ૧ વાગ્યે પાછા 
કિંમત: ૯૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન : insider.in

13 January, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બાળકોને ફૉરેન્સિક સાયન્સ શીખવે છે આ બહેન

ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનમાં વપરાતા આ વિજ્ઞાનની ટ્રેઇનિંગ કિલનિકલ રિચર્સર અલોકી દોશી બાળકોને આપે છે જે તેમની નિરીક્ષણશક્તિ અને ક્રિટિકલ થિન્કિંગમાં જોરદાર ઉપયોગી સાબિત થઈ શકે એમ છે

25 January, 2022 05:47 IST | Mumbai | Ruchita Shah

ભાવતું ખાવું હોય તો એ ડાઇજેસ્ટ કરવાની તૈયારી રાખવાની

મન ભાવે એ બધું કૌશિકી ખાય છે એટલે જ દિવસમાં મિનિમમ બેથી અઢી કલાક વર્કઆઉટ કરે છે

25 January, 2022 05:27 IST | Mumbai | Rashmin Shah

હારી નહીં એટલે જીતી ગઈ

માત્ર દસમું ભણેલાં બોરીવલીનાં સિંગલ મધર રાજેશ્રી દાવડાએ બગીચાની બહાર હેલ્ધી જૂસ અને સૂપ વેચીને બે દીકરીઓને એમબીએ સુધી ભણાવી. કપરા સમયનો હિંમતભેર સામનો કરનારી આ મહિલાની દાસ્તાન પ્રેરણાદાયી છે

25 January, 2022 05:15 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK