ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી હોવાનું ગુરુવારે સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
બીએસઈ
દેશમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી હોવાનું ગુરુવારે સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા નામની યોજના શરૂ કરી હતી. ડીપીઆઇઆઇટીની માન્યતા મેળવનાર સ્ટાર્ટ અપ્સને અનેક કાયદા, નિયમો ઉપરાંત બીજા લાભ મળશે.
ખાનગીકરણ માટે સરકારી બૅન્કોનાં નામ સૂચવાયાં
સરકારી થિંક ટૅન્ક નીતિ આયોગે વર્તમાન નાણાકીય વર્ષમાં જે સરકારી બૅન્કોનું ખાનગીકરણ કરવાનું છે તેમનાં નામ ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના સચિવોના મુખ્ય જૂથને સુપરત કર્યાં છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યા મુજબ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હેઠળ બૅન્કોનું ખાનગીકરણ કરવામાં આવવાનું છે. નીતિ આયોગને ખાનગીકરણ માટે બે સરકારી બૅન્કો તથા એક જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીનાં નામ સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
માલ્યાની પ્રૉપર્ટી વેચવા માટે પ્રક્રિયા
લેણદાર બૅન્કો હવે કિંગફિશર ઍરલાઇન્સના સ્થાપક અને ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાની માલિકીની રિયલ એસ્ટેટ પ્રૉપર્ટી વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરી શકશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળની ૧૧ બૅન્કોના સમૂહે માલ્યાને લોન આપી હતી. તેમની અરજીને પગલે મુંબઈની વિશેષ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કૉર્ટે ૫૬૪૬.૫૪ કરોડ રૂપિયાની મિલકતો વેચાણ અર્થે બૅન્કોને આપવા માટેનો ચુકાદો મંગળવારે આપ્યો હતો.
