Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > જાણો, માણો ને મોજ કરો

જાણો, માણો ને મોજ કરો

24 November, 2022 01:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આર્ટફેરની છઠ્ઠી સીઝન છે જેમાં અપકમિંગ અને પ્રોમિસિંગ ૩૦૦ કલાકારોનાં કુલ ૪૫૦૦થી વધુ આર્ટવર્ક્સ ડિસ્પ્લે થશે. 

કલાસ્પંદન જાણો, માણો ને મોજ કરો

કલાસ્પંદન


કલાસ્પંદન 

ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ,  આલ્કોહોલ ઇન્ક આર્ટ, ઑઇલ પેઇન્ટિંગ, રેઝિન આર્ટ, તિબેટિન થુન્કા આર્ટ, ડાયમન્ડ આર્ટ, ટ્રેડિશનલ આર્ટ અને ડેકોરેટિવ આર્ટ એમ જાતજાતની કળાઓને પ્રદર્શિત કરવાનું એક પ્લૅટફૉર્મ બન્યું છે કલાસ્પંદન આર્ટ ફેર ૨૦૨૨. આ આર્ટફેરની છઠ્ઠી સીઝન છે જેમાં અપકમિંગ અને પ્રોમિસિંગ ૩૦૦ કલાકારોનાં કુલ ૪૫૦૦થી વધુ આર્ટવર્ક્સ ડિસ્પ્લે થશે. 
ક્યારે?ષ ૨૪થી ૨૭ નવેમ્બર
ક્યાં? : નેહરુ સેન્ટર, વરલી
સમયઃ ૧૧થી ૭


કર્ણાટકી ધારવાડ એમ્બ્રૉઇડરી


ભરતગૂંથણમાં અનેક પ્રકારનાં ટાંકા ફેમસ છે, પણ કર્ણાટકના ધારવાડ શહેર પરથી ફેમસ અને કસૂતિ એમ્બ્રૉઇડરી એના ઐતિહાસિક મહત્ત્વ સાથે ઘેરબેઠાં શીખવાનો મોકો છે. કાઈનો મતલબ હાથ અને સૂતિનો મતલબ કોટનનો ધાગો. હાથેથી સૂતરના દોરાથી થતા ભરતગૂંથણને કર્ણાટકી ભાષામાં કસૂતિ કહેવાય છે. તારા હુલામણી નામના આર્ટિસ્ટ પાસેથી આ ગૂંથણ શીખી શકો છો. 
ક્યારે? : ૨૬ નવેમ્બર
સમયઃ સાંજે ૫થી ૭
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૧૨૫૦ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ memeraki.com

પૉઝ ફૉર અ કૉઝ


બાંધણી, બનારસ, હૅન્ડલૂમ, અને વિવિધ ટ્રેડિશનલ ટેક્સ્ટાઇલની કન્ટેમ્પરરી સાડી, દુપટ્ટા, એન્ટિક એક્સેસરીઝ વગેરેનું અદભુત એક્ઝિબિશન કમ સેલ શરૂ થયું છે. અહીં તમને યુનિક ડિઝાઇન, યુનિક પ્રિન્ટ ધરાવતી આઇટમો મળશે જે લોકલ આર્ટિસ્ટોને રોજગારી આપવાનું કામ કરે છે. 
ક્યારે? : ૨૪ અને ૨૫ નવેમ્બર
સમયઃ ૧૧થી ૭
ક્યાં? : વાલેચા હૉલ, ગુલમહોર રોડ, જુહુ

જૂના ફર્નિચરનું રંગરોગાન કરીને અપસાઇકલ કરો 

ઘરમાં ફર્નિચરને તમે વારેઘડીએ બદલી નથી શકતાં, પણ એની પર રંગરોગાન અલગ રીતના કરીને જાણે નવું ફર્નિચર ઘરમાં વસાવ્યું હોય એવી ઇફેક્ટ જરૂર લાવી શકાય છે. ફર્નિચરમાં કોઈ કબાટ હોય કે ટેબલ, એને કઈ રીતે રંગવું અને યુનિક આર્ટ સાથે પ્રેઝન્ટ કરવું એની બેસિક વર્કશૉપમાં જોડાઓ અને તમારા ઘરને જાતે જ રીનોવેટ કરી લો.
ક્યારે? : ૨૭ નવેમ્બર
સમયઃ સવારે ૧૦.૩૦થી બપોરે ૨
ક્યાં? : ખાર સોશ્યલ 
રજિસ્ટ્રેશનઃ @artsy_nest

વુડન ટ્રે પર રેઝિન આર્ટ

લાકડાની ટ્રેને રેઝિનના રંગોથી તૈયાર કરવાની કળા શીખવી હોય તો તૈયાર થઈ જાઓ. સ્ટુડિયો પેપરફ્રાય ફર્નિચર સ્ટોર દ્વારા લાકડાની ટ્રેને એવી રીતે સજાવો જે તમારા ઘરની યુનિક આઇટમ બની જાય. બીજા કોઈનેય ત્યાં ન હોય એવી આર્ટિસ્ટિક સર્વિંગ ટ્રે નિષ્ણાતની નિગરાનીમાં બનાવો અને ઘરે લઈ જાઓ.
ક્યારે? : ૨૬ નવેમ્બર
સમયઃ સવારે ૧૧
ક્યાં? : સ્ટુડિયો પેપરફ્રાય, બાંદરા
કિંમતઃ ૨૨૦૦ રૂપિયા (રૉ મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow

ડૉક્ટર્સ આર્ટ શો 

આખો દિવસ દવા અને દરદીઓની સાથે ગાળ્યા પછી ડૉક્ટરો રિલૅક્સ થવા માટે કળાનો સહારો લેતા હોય છે. આપણને નવાઈ લાગશે પણ શરીરવિજ્ઞાનને સાયન્ટિફિકલી જોનારા ડૉક્ટરોની અંદર પણ ભાવવિશ્વ એટલું પ્રબળ હોય છે કે એની અભિવ્યક્તિ પણ ખૂબસુરત હોઈ શકે છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના લગભગ ૫૦ ડૉક્ટરોએ સર્જેલી કૃતિઓનું એક્ઝિબિશન એક છત તળે દીપકલા ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયું છે. આ એક્ઝિબિશનમાં વેચાયેલા આર્ટવર્કનો ૧૦ ટકા પ્રોફિટ વંચિત બાળકોના એજ્યુકેશન માટે વપરાશે.
ક્યારે? : ૨૮ નવેમ્બર સુધી
ક્યાં? : નેહરુ સેન્ટર, ઍની બેસન્ટ રોડ, વરલી
સમયઃ ૧૧થી ૭

24 November, 2022 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK