Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > આજે અને આગામી સપ્તાહમાં શું કરશો?

આજે અને આગામી સપ્તાહમાં શું કરશો?

19 November, 2023 05:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે અને આગાહી સપ્તાહમાં મુંબઈમાં આયોજિત કાર્યક્રમ વિશે જાણો

કોઆલા કપ

કોઆલા કપ


   આજે શું કરશો?


કોઆલા કપ ડિઝાઇન
ચા કે કૉફીના મગ પર જાતે કંઈક ચિતરામણ કરીને એને યુનિક બનાવવાની ઇચ્છા હોય તો આ વર્કશૉપ તમારા માટે છે. સિરૅમિકના કપ પર રમતિયાળ બેબી રીંછનું પેઇન્ટિંગ કરતાં અહીં શીખવવામાં આવશે. કોઈ અનુભવની જરૂર નથી. જસ્ટ મજા કરો અને જાતે ડ્રૉ કરેલો મગ ઘરે લઈને જાઓ.
ક્યારે?ઃ ૧૯ નવેમ્બર
સમયઃ બપોરે ૩થી ૫.૩૦
ક્યાં?ઃ ૧૯૦૪, ઍલ્પિનિયા ઍકમે ઓઝોન ફેઝ ૨, થાણે 
કિંમતઃ ૩૯૯ રૂપિયા (મટીરિયલ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow



બાબુજી ધીરે ચલના...
યાત્રી પ્રોડક્શન્સનું ઓમ 
કટારે લિખિત અને દિગ્દર્શિત હિન્દી નાટક ‘બાબુજી ધીરે ચલના...’ના ડબલ શો થઈ રહ્યા છે. ઓમ કટારે, કાજલ સોનકર, ચિનિકા મધુકર જેવા કલાકારોના આ નાટકમાં ફાસ્ટ ડ્રાઇવિંગ જીવનના દરેક પહેલુમાં કઈ રીતે જોખમી બની શકે છે એનો સંદેશો છે. પૅશન, પ્રેમ, હાર્ટબ્રેક અને એવા તમામ ઉતાર-ચડાવભર્યા ઇમોશન્સની રોલર-કોસ્ટર રાઇડ એમાં છે.
ક્યારે?ઃ ૧૯ નવેમ્બર
સમયઃ સાંજે ૫ અને ૭ (બે શો)
ક્યાં?ઃ એક્સપરિમેન્ટલ થિયેટર, ફોર્ટ
કિંમતઃ ૪૫૦થી ૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ 
ncpamumbai.com


ફ્લેમિંગો બાય ધ લેકઃ ફિન્ગર પેઇન્ટિંગ
ફિંગર પેઇન્ટિંગ એ અજબ રિલૅક્સિંગ અનુભવ આપતી આર્ટ છે. વિવિધ રંગોના ટેક્સ્ચરને હાથેથી મહેસૂસ કરવાની અને એમાંથી ચોક્કસ આકૃતિઓનું સર્જન કરવાની મજા માણવી હોય તો પહોંચી જાઓ આ વર્કશૉપમાં. ફ્લેમિંગો બર્ડની જોડી સાથેનું કુદરતી સૌંદર્ય તમે ઍક્રિલિક રંગોથી બનાવતાં શીખી શકશો. મેડિટેટિવ અનુભવ લેવા જેવો છે.
ક્યારે?ઃ ૧૯ નવેમ્બર
સમયઃ સાંજે ૪થી ૬.૩૦
ક્યાં?ઃ ટ્રુ ટ્રામ ટ્રન્ક, જુહુ
કિંમતઃ ૧૭૦૦ રૂપિયા (મટીરિયલ + રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow

   નેક્સ્ટ વીકમાં શું કરશો?


ન્યાસમ : અંતરાત્માની સફર
ભરતનાટ્યમનાં ગીતા ચન્દ્રન અર્થ એટલે કે પૃથ્વી અને લતા સુરેન્દ્ર જળતત્ત્વની રજૂઆત કરશે, જ્યારે કથકના શોવાના નારાયણ ઍર એટલે કે વાયુ અને કુચીપુડીના એ. બી. બાલા કોન્ડલ રાવ ફાયર એટલે કે અગ્નિતત્ત્વનું રીપ્રેઝન્ટેશન કરતો ફાઇવ એલિમેન્ટ પર્ફોર્મન્સ થઈ રહ્યો છે એનસીપીએમાં. પાંચ તત્ત્વોની આંતરિક અભિવ્યક્તિરૂપ નિદર્શન અને વિવિધ ક્લાસિકલ નૃત્યોનું સંયોજન એ આ કાર્યક્રમની ખાસિયત છે.
ક્યારે?ઃ ૨૩ નવેમ્બર
સમયઃ સાંજે ૬ વાગ્યાથી
ક્યાં?ઃ એક્સપરિમેન્ટલ થિયેટર
કિંમતઃ ૧૮૦થી ૩૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai

પંચવાદ્ય 
હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના જાણીતા તબલા અને ચંદાવાદક ભૂષણ પરચૂરે અને સંતૂરવાદક શાંતનુ ગોખલેની સાથે કેજૉન અને જેમ્બે પ્લેયર ખ્વાબ હરિયા અને કર્ણાટકી સંગીતના મૃદંગમ અને કંજિરા પ્લેયર શ્રીરામ સુબ્રમણ્યમ એમ પાંચેય વાદ્યકારોની અનોખી જુગલબંધી ઈસ્ટ, વેસ્ટ અને સાઉથના મ્યુઝિકનો અનોખો સંગમ રચશે. કુદરતનાં પાંચ તત્ત્વોનો મ્યુઝિકલ સંગમ રજૂ કરતો કાર્યક્રમ છે.
ક્યારે?ઃ ૨૪ નવેમ્બર
સમયઃ સાંજે ૭.૩૦ 
ક્યાં?ઃ ધ ક્યુબ, એનએમએસીસી
કિંમતઃ ૨૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ nmacc.com

મધુબની આર્ટ 
બિહારની કૃષ્ણ-રાધાની લીલા પર આધારિત મધુબની આર્ટ દરેક 
માધ્યમ પર નિખરી ઊઠે છે. જોકે 
એની બારીક ડિઝાઇનની ટેક્નિક ન આવડે તો ચિત્રની મજા મરી જાય છે. મધુબની આર્ટનાં અનુભવી કલાકાર પ્રીતિ કર્ણ પાસેથી મધુબનીની બારીકીઓ ઘેરબેઠાં શીખો. એમાં તમને સ્કેચિંગથી લઈને આઉટલાઇનિંગ 
અને ઍડવાન્સ વર્ક કરતાં પણ શીખવવામાં આવશે. 
ક્યારે?ઃ ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બર
સમયઃ સાંજે ૫થી ૭
ક્યાં?ઃ ઑનલાઇન
કિંમતઃ ૨૨૫૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ memeraki.com

નૂડલ્સ જેવો દેખાતો કોરિયન આઇસક્રીમ ખાધો છે કયારેય?
કોરિયન બબલ ટી તો મુંબઈમાં હવે ધૂમ મળે છે, પણ જેમણે એ ટ્રાય કરી છે એમાંથી પચાસ ટકા લોકો એને ઓવરહાઇપ્ડ માને છે. હવે મુંબઈની કેટલીક પ્રીમિયમ જગ્યાઓએ નૂડલ્સ જેવો આઇસક્રીમ મળવા લાગ્યો છે. મલાડના ઇનઑર્બિટ મૉલમાં આવેલી હાઇચામાં તમને જાતજાતની ફ્લેવરનો નૂડલ જેવો આઇસક્રીમ ખાવા મળી જશે. એ છે કોરિયન ઓરિજિનનો બિન્ગ્સુ આઇસક્રીમ. બરફગોળાના મશીનમાંથી જેમ છીણેલો બરફ નીકળે એમ બિન્ગ્સુ માટેના મશીનમાંથી લાંબી સળીઓ જેવું છીણ નીકળે છે. એના પર ફ્લેવર્ડ સિરપ, ચૉકલેટ ચન્ક્સ અને ફ્રેશ ફ્રૂટ્સ સજાવીને સર્વ કરવામાં આવે છે. હાઇચામાં આ સળીવાળા આઇસક્રીમની ઉપર બબલ ટીવાળા ફ્લેવર્ડ બબલ્સ પણ નાખવામાં
આવે છે. 
મુંબઈમાં પહેલી વાર બિન્ગ્સુ આઇસક્રીમ અને બબલ ટી આપવાનું શરૂ અહીંથી થયું છે. અમે જ્યારે આ ડિશ ટ્રાય કરી ત્યારે લાગ્યું કે આપણા આઇસક્રીમ સાથે એની કોઈ સરખામણી થઈ શકે એમ નથી. વધુપડતું ગળપણ અને તીવ્ર ફ્લેવર્સ જેમને ગમતાં હોય તેમના માટે આ ટ્રાય કરવા જેવી આઇટમ છે. 
ક્યાં? ઃ હાઇચા, ઇનઑર્બિટ મૉલ
કિંમતઃ ૧૫૦થી ૨૫૦ રૂપિયા

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK