° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


હું મારી દીકરીનો હીરો છું, હું મારી દીકરીની હિરોઇન છું

20 November, 2022 08:20 AM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

બાળક હંમેશાં નૉન-જજમેન્ટલ હોય છે, તેના મનમાં આ કૅરૅક્ટર ઊભું કરવાનું કામ સ્ટોરીટેલર કરે છે અને હેડિંગમાં કહી એ બન્ને વાત ત્યારે જ શક્ય બને છે જ્યારે સ્ટોરીટેલર આ કૅરૅક્ટર ઊભું કરે છે

પ્રતીકાત્મક તસવીર ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર

સ્ટોરીટેલર ખોટું પિક્ચર ઊભું કરશે તો પણ સમય જતાં સાચું પિક્ચર સામે આવી જવાનું છે અને એવું બને છે ત્યારે તેની સામે સ્ટોરીટેલરની પણ ખોટી ઇમેજ ખૂલી જાય છે

દરેક બાળક માટે તેની મમ્મી બાય-ડિફૉલ્ટ જ રિયલ અને અલ્ટિમેટ સુપરસ્ટાર હોય છે, પણ પપ્પાનું મુખ્ય કામ બાળકના મનમાં ઊપસી રહેલી મમ્મીની એ છબીને સાચવી રાખવાનું છે. બાળકની હાજરીમાં જ્યારે પપ્પા (કે મમ્મી) એકબીજાની ખામીઓ અને ભૂલો હાઇલાઇટ કરવાનું કામ કરે ત્યારે સ્ટોરીટેલર એ ભૂલી જાય છે કે પોતાના કથન દ્વારા તે બાળકના મનમાં એક વિલનની છબી તૈયાર કરે છે. 

હા, હું મારી દીકરીનો હીરો છું, પણ એક વાત મને ધીમે-ધીમે સમજાઈ રહી છે કે એમાં મેં કશું જ નથી કર્યું. એનો બધો જ જશ મારી પત્નીને જાય છે. પપ્પાની ‘મહાનતા’ કે ‘હિરોઇઝમ’ની વાતો બાળક તેની મમ્મી પાસેથી જ તો સાંભળે છે. 

પપ્પા કેટલા મહેનતુ, પ્રામાણિક અને કૅરિંગ છે! આ અને આ પ્રકારની બધી બાબતો અલબત્ત, બાળક જોતું, અનુભવતું અને ઑબ્ઝર્વ કરતું રહે છે, પણ બાળકના જીવનમાં વાર્તા કરતાં વધારે મહત્ત્વનો ભાગ વાર્તાકાર ભજવે છે. બાળક તો હંમેશાં ‘નૉન-જજમેન્ટલ’ હોય છે. મમ્મી, પપ્પા, દાદા કે દાદી વિશેના અભિપ્રાય બાળક તેના ‘સ્ટોરીટેલર’ પાસેથી મેળવે છે. અને પછી ક્યારેક એ દૃષ્ટિકોણ કાયમી બની જાય છે. 

That brings me to the point, કે બાળકની નજરમાં તેની મમ્મીને સુપરસ્ટાર બનાવવાની જવાબદારી પપ્પાની પણ એટલી જ છે. આમ તો એ કરવાની જરૂર જ નથી હોતી, કારણ કે દરેક બાળક માટે તેની મમ્મી બાય-ડિફૉલ્ટ જ રિયલ અને અલ્ટિમેટ સુપરસ્ટાર હોય છે, પણ પપ્પાનું મુખ્ય કામ બાળકના મનમાં ઊપસી રહેલી મમ્મીની એ છબીને સાચવી રાખવાનું છે. બાળકની હાજરીમાં જ્યારે મમ્મી કે પપ્પા એકબીજાની ખામીઓ, ભૂલો અને નબળાઈઓને હાઇલાઇટ કરવાનું કામ કરે છે અથવા તો બાળક પાસેથી વધુ પ્રેમ મેળવવા બીજા પાત્રની બદબોઈ કે ફરિયાદ કરે છે ત્યારે સ્ટોરીટેલર એ ભૂલી જાય છે કે પોતાના કથન દ્વારા તેઓ બાળકના મનમાં એક વિલનની છબી તૈયાર કરી રહ્યા છે. 

મમ્મી પપ્પા વિશે અને પપ્પા મમ્મી વિશે જે અભિપ્રાયો, વિશેષણો કે સ્ટેટમેન્ટ્સ આપે છે, કેટલાંય વર્ષો સુધી બાળકનો અભિગમ પણ માતા કે પિતા વિશે તદ્દન એવો જ રહે છે. એના ઘરમાં રહેલાં પાત્રો વિશે બાળકને જે વાર્તા વારંવાર કહેવામાં આવે છે, બાળક એ જ વાર્તાને સાચી માનવા લાગે છે. મમ્મી કે પપ્પા વિશેનું વલણ ધીમે-ધીમે Internalize કે આત્મસાત્ થતું જાય છે. ઘેરાતું અને ઘૂંટાતું જાય છે. 

મમ્મી કે બાળક પર હાથ ઉપાડનારા પપ્પા તો ઑબ્વિયસ્લી બાળકની નજરમાં વિલન જ રહેવાના, પણ એ તો એ પાત્રે કરેલી દેખીતી ભૂલ કે અપરાધ છે. એની સજા શું હોઈ શકે એ બાળક જાતે જ નક્કી કરી લેશે, પણ જે ભૂલો પડદાની પાછળ થાય છે, એને બાળકની સામે શું કામ લાવવી જોઈએ ? 

બસ, ત્યાં જ સ્ટોરીટેલરની સમજણ, પરિપક્વતા અને પેરન્ટિંગની કસોટી છે. 

પોતાના જીવનસાથી કે કુટુંબીજનોની કઈ ભૂલ, નબળાઈ કે મર્યાદા પોતાના બાળક સુધી પહોંચાડવી અને ખરેખર એ પહોંચાડવાની જરૂર છે કે કેમ? એનો જવાબ બાળકના માનસ પર જે-તે વ્યક્તિનું ચરિત્રનિર્માણ કરશે. જો જીવનસાથીની નબળાઈઓ બાળક સામે રજૂ કરવાથી આપણા ‘ઈગો’ સિવાયનું બીજું કશું જ સંતોષાવાનું ન હોય, તો એ સ્ટોરીટેલરની સૌથી મોટી નિષ્ફળતા છે. 

એ મમ્મી હોય કે પપ્પા, દાદા હોય કે દાદી, બાળકના મનમાં કોઈ વ્યક્તિ હીરો કે વિલન બે જ રીતે બની શકે. 

૧: પોતાના વ્યવહારથી. ૨: વાર્તાકારના અભિગમથી. 

આઇ ટેલ યુ, બાળકો એટલાં ભોળાં કે અબુધ પણ નથી હોતાં કે તેમની સાથે દુર્વ્યવહાર કરનાર માતા કે પિતાને માફ કરી દે. તેની સાથે કે તેની સામે થયેલા દરેક Misbehavior, જુઠ્ઠાણાં કે અપમાનનો હિસાબ દરેક બાળક મનમાં રાખતું જ હોય છે અને આજ નહીં તો કાલ, બાળક એનો જવાબ પણ આપશે જ, પણ એક સ્ટોરીટેલર તરીકે આપણી જવાબદારી અહીં એટલી જ છે કે બાળક જેને ખરેખર પ્રેમ કરે છે, તેની છાપ બાળકના મનમાં અકબંધ રાખીએ. 

ભેગા રહીએ કે છૂટા પડી જઈએ, ઉગ્ર ચર્ચાઓ કરી લઈએ કે અબોલા રાખીએ, પણ સૌથી મહત્ત્વની વાત બાળકના મનમાં આપણા સાથી-પાત્ર વિશેની પ્રેમાળ છબી અકબંધ રાખવાની છે. 
આજે નહીં તો કાલે, બાળક એ પાત્રના વ્યક્તિત્વ વિશેની સચ્ચાઈ જાણી જ લેશે. પછી તે સરખામણી કરશે. જો તેની સામે રહેલું પાત્ર, તેને વારંવાર કહેવાયેલી વાર્તા કરતાં તદ્દન અલગ નીકળશે તો શક્ય છે કે તેને સ્ટોરીટેલર પરથી ભરોસો ઊઠી જાય.

20 November, 2022 08:20 AM IST | Mumbai | Dr. Nimit Oza

અન્ય લેખો

પર્સનલ લક્ઝરી ગુડ્સ એ જ સ્ટાઇલ ઑફ સ્ટેટસ છે એવું ન માનો

ત્રણ લાખ સુધીની બૅગ લેવી એટલે સાઇન ઑફ લક્ઝરી કહેવાય, જે આજકાલ ખૂબ જ નૉર્મલ થઈ ગયું છે.

02 December, 2022 05:05 IST | Mumbai | Bhavini Lodaya

છોટી સી યે દુનિયા, પહચાને રાસ્તે હૈં તુમ કહીં તો મિલોગે, તો પૂછેંગે હાલ

શૈલેન્દ્ર એક એવા ગીતકાર હતા કે તેમના મનમાં ચોવીસે કલાક ગીતો ચાલતાં રહેતાં. શંકર-જયકિશન પર આવેલા ગુસ્સા માટે તેમણે આ બે લાઇન લખી અને આપણને આ અદ્ભુત સૉન્ગ મળ્યું

02 December, 2022 05:01 IST | Mumbai | RJ Dhvanit Thaker

સાચું શિક્ષણ

માર્ટિન લ્યુથર કિંગ પણ કહે છે કે બુદ્ધિમત્તા અને ચારિત્ર એ સાચા શિક્ષણનું લક્ષ્ય છે. ભલે બાળકે અભ્યાસમાં સારામાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, પણ તે જો ચારિત્રના પાઠ નહીં શીખ્યું હોય તો તે પોતે તો સુખી નહીં જ થાય, પણ માતાપિતાને પણ સુખ નહીં આપી શકે

02 December, 2022 04:38 IST | Mumbai | Dr. Gyanvatsal Swami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK