બેઉની વચ્ચે વખત એવો પડ્યો, બેઉનો વરસાદ પાણીમાં ગયો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વર્ષાઋતુ એટલે હર્ષ શબ્દમાં ઉમેરાયેલા એક વજનદાર કાનાથી બનતી હર્ષાઋતુ. જીવન જેના પર નિર્ભર છે એ પાણીને વધાવવાની, આવકારવાની, માણવાની તો ક્યારેક ડરવાની પણ આ ઋતુ છે. ચોમાસું સૃષ્ટિમાં ચૈતન્ય ભરે છે. આ રીચાર્જ વગર અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને. આરબ દેશો ભલે વગર વરસાદે જીવતા શીખી ગયા, ભારતને એ પોસાય નહીં. ૧૪૦ કરોડ લોકોને દરિયાનું પાણી મીઠું કરીને પિવડાવવાનું શક્ય નથી. આવો, ઉર્વીશ વસાવડાની પંક્તિઓ સાથે વર્ષાને ઉમળકાથી વધાવીએ...




