તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો, એક પાનું જોકે સાવ એમાં કોરું રખાયું
પ્રતીકાત્મક તસવીર
મુશળધાર વરસાદે મુંબઈને તાણી-તાણીને પાણી-પાણી કરી નાખ્યું. દર વર્ષે જુલાઈ મહિનામાં એકાદ-બે દિવસ તો એવા આવે જ જેમાં રસ્તાઓ જળબંબાકાર થઈ જાય. એક તરફ નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો આવે તો બીજી તરફ જળાશયોમાં ઠલવાતું પાણી હાશ પૂરી પાડે. મેટ્રો શહેરોમાં ગમે એટલા ખર્ચા વિકાસકાર્યો માટે થાય, પણ વરસાદના જોર સામે ઓછા જ પડે છે. દરેક શહેરને પોતાની તાસીર હોવાની. રમેશ પારેખ એને આબાદ પકડે છે...




