ગણિત અને એકાઉન્ટ્સના જેવા વિષય ઓનલાઈન કઈ રીતે ભણાવવા તે પણ એક મોટો પ્રશ્ન શિક્ષકો સમક્ષ હતો.

પ્રતીકાત્મક તસવીર
કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ ક્ષેત્ર છે, જેના પર દેશના ભવિષ્યનો આધાર છે. બાળકોને ભલે ઓનલાઈન શિક્ષણ મળતું રહ્યું હોય, પરંતુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો એક મોટો વર્ગ માને છે કે તેમાં શિક્ષણની ગુણવત્તા ઘટી ગઈ છે. જોકે, તેના વિવિધ ફાયદા પણ નકારી શકાય તેમ તો નથી જ.
આ દરમિયાન એક મહત્ત્વનો પક્ષ શિક્ષકોનો પણ છે, વર્ષોથી ક્લાસરૂમ ટીચિંગ સાથે ટેવાયેલા વયોવૃદ્ધ શિક્ષકો માટે અચાનક આમ છોકરાઓને ઓનલાઈન ભણાવવું ચોક્કસપણે મોટો પડકાર બની ગયો હતો. આ નવી પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ સુધી શિક્ષણનો અવિરત પ્રવાહ પહોંચાડવા માટે શિક્ષકો પણ મથ્યા હતા.
ADVERTISEMENT
આ સંદર્ભે LEADના સહસ્થાપક અને સીઇઓ સુમિત મહેતાએ જણાવ્યું કે “મહામારી દરમિયાન શિક્ષકો પણ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. તેમને બે ક્ષેત્રમાં સહાયની જરૂર હતી. પ્રથમ, ઓનલાઇન વાતાવરણમાં અસરકારક રીતે કેવી રીતે ભણાવવું અને બીજું, શિક્ષકોને ઓનલાઇન શિક્ષણને સક્ષમ કરવા માટે સંસાધનો અને પ્લેટફોર્મની જરૂર. લીડ ટીચર એકેડમી શિક્ષકોને ઓનલાઇન સાધનો અને તકનીકો પર તાલીમ આપે છે.”
શિક્ષકોના પડકારોની વાત કરીએ તો જુદા-જુદા દૃશ્ય-શ્રાવ્યની જરૂરી સમાજ ઉપરાંત સમયસર લિન્ક મોકલવી, ક્લાસ શેડ્યુઅલ કરવા અને દરેક વિષયની યોગ્ય PPT બનાવવી ફરજિયાત બની ગઈ હતી. ગણિત અને એકાઉન્ટ્સના જેવા વિષય ઓનલાઈન કઈ રીતે ભણાવવા તે પણ એક મોટો પ્રશ્ન શિક્ષકો સમક્ષ હતો.
જીતેન જોશી - ભાવનગરની એમ. એલ. કાકડિયા નેશનલ સ્કૂલના પ્રોફેસરે જણાવ્યું કે “મહામારી એક સાર્વત્રિક સમસ્યા બની છે, પરંતુ દરેક પડકારો સાથે નવા ઉકેલો પણ આવે છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે સમૃદ્ધ બન્યા અને વિદ્યાર્થીઓને વર્ગો ઓનલાઈન પહોંચાડવામાં સફળ રહ્યા, ભલે અનેક વખત મોટા પાયે નેટવર્ક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.”
ગુજરાતના ભુમેલની મધર કેર સ્કૂલના પ્રોફેસર કિરણ પટેલે આ બાબતે કહ્યું કે “આપણા સૌને મહામરીનો ફટકો પડતાં ટીચિંગ ઓનલાઇન મોડ દ્વારા કરવું એ એકમાત્ર વૈકલ્પિક પદ્ધતિ હતી. મને શંકા હતી કે જો વર્ચ્યુઅલ રીતે શિક્ષણ હોવાથી મુખ્ય પડકાર એ સુનિશ્ચિત કરવાનો હતો કે દરેક વિદ્યાર્થી ઓનલાઈન વર્ગમાં એટલો જ સચેત હોય જેટલો તે ભૌતિક વર્ગખંડમાં હતો. આ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના મુદ્દાઓ અને વિદ્યાર્થીઓની કેમેરા પર હોવાની આશંકા સાથે જોડાયેલી હતી. વિદ્યાર્થીઓને કેમેરામાં આવવા અને તેમને અમારી સાથે જોડાવા માટે મનાવવા અને વિદ્યાર્થીઓને સામાન્ય શિક્ષણ વાતાવરણમાં લાવવા ખૂબ મોટો પડકાર સાબિત થયા હતા. સમય જતાં આપણા બધાને સમજાયું કે પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી દૂર જઈને ઇન્ટરેક્ટિવમાં જવું મહત્વપૂર્ણ છે.”
ટ્વિંકલ પંચાલ, ભુમેલણી જ મધર કેર સ્કૂલના શિક્ષકના શિક્ષકે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે “વર્ગખંડ મહત્વનો છે કારણ કે બાળકો સાથે બેસીને ચોક્કસ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ આવા વાતાવરણમાં નવી વસ્તુ શીખી શકે છે અને શિક્ષક તેમનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જોકે, બાળકો ઓનલાઈન વર્ગમાં સરળતાથી વિચલિત થઈ જાય છે અને તેમનું નિરીક્ષણ કરવું મુશ્કેલ બને છે. બીજી બાજુ, શિક્ષક તરીકે આપણી પાસે શિસ્ત, નૈતિક મૂલ્યો કેળવવા, તેમ જ વ્યક્તિત્વ વિકાસની ખાતરી કરવા સહિત અભ્યાસક્રમ ભણાવવો જેવી ઘણી મોટી જવાબદારી છે. વર્ચ્યુઅલ લર્નિંગ ચાલુ તો છે, પરંતુ વર્ગખંડમાં શિક્ષણનો કોઈ અન્ય વિકલ્પ નથી. ઘરેથી અભ્યાસ કરવામાં ધ્યાન અને ગંભીરતાનો અભાવ રહે છે. આવા વાતાવરણથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર પડી છે.”
આ બાબતે વધુ ઉમેરતા 58 વર્ષીય બડ્સ એન્ડ બ્લોસમ્સ હાઇ સ્કૂલ, જંગરેડીગુડેમ, આન્દ્રા પ્રદેશના શિક્ષક પીવી વરલક્ષ્મીએ કહ્યું કે “મારા શિક્ષણ પ્રત્યેના જુસ્સાએ મને 58 વર્ષની ઉંમરે ટેક્નોલોજી શીખવા માટે મજબુર કરી છે. હું કમ્પ્યુટરની એબીસી જાણતો નથી અને હું ક્યારેય ટેકનોલોજીમાં વિશ્વાસ કરતો ન હતો કે ન તો મને તેમાં રસ હતો. શિક્ષણના ઓનલાઈન મોડમાં શિફ્ટ સાથે, નવી ટેકનોલોજી શીખવી મજબૂરી બની ગઈ હતી. રોગચાળાએ મને નવી સ્કિલ શીખવાની તક આપી અને હવે હું આત્મવિશ્વાસથી ઓનલાઇન વર્ગો લઈ શકું છું.”
દરમિયાન પ્રાદેશિક ભાષાના પેક્ષકો સાથે જોડાવા માટે કેટલાક શિક્ષકોએ શેરચેટનો ઉપયોગ કર્યો હતો. ઇ-લર્નિંગમાં વધારા સાથે કોવિડ બાદ શેરચેટ પર શિક્ષણ સામગ્રી ખૂબ જ લોકપ્રિય બની છે. આ પ્લેટફોર્મ પર શૈક્ષણિક અને ઇન્ફોટેનમેન્ટ શોર્ટ વિડીયો કન્ટેન્ટ સર્ચમાં અગાઉ 13%થી હવે 25%નો નોંધપાત્ર વધારો થયો છે. શિક્ષકો વધુ લોકોને જોડવા માટે વધુ ઇન્ટરેક્ટિવ વિડિઓ સામગ્રી બનાવી રહ્યા છે અને તેમની પહોંચ વધી છે. શેરચેટ પર ઓડિયો ચેટરૂમ દ્વારા શિક્ષકો વિવિધ ભારતીય ભાષાઓમાં વિદ્યાર્થીઓને ભણાવે છે.
હાલ શેરચેટ પ્લેટફોર્મ પર 770થી વધુ શૈક્ષણિક કોન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સ છે. આ ક્રિએટર્સ વિવિધ અને વિશિષ્ટ વિષયો પર શૈક્ષણિક સામગ્રી બનાવી રહ્યા છે જેમ કે 10 - 12 ધોરણ માટે અભ્યાસ સંબંધિત, યુપીએસસી અને સરકારી પરીક્ષાની તૈયારી માટેનું કોન્ટેન્ટ, કમ્પ્યુટર શિક્ષણ વિડિઓઝ, અંગ્રેજી શિક્ષણ, અને શેરબજાર સંબંધિત વિગતો આપે છે. સમય જતાં ટોચના સર્જકો વિશિષ્ટ વિષયોમાં ઓરિજનલ કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, તેથી સંબંધિત પ્રેક્ષકોને તેમની પ્રોફાઇલ્સ તરફ આકર્ષિત થાય છે.

