Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 2019નું નવું વર્ષ કોઈ પણ સરકાર માટે સ્મૂધ-સેઇલિંગ નહીં હોય

2019નું નવું વર્ષ કોઈ પણ સરકાર માટે સ્મૂધ-સેઇલિંગ નહીં હોય

31 December, 2018 08:42 AM IST |
જિતેન્દ્ર સંઘવી

2019નું નવું વર્ષ કોઈ પણ સરકાર માટે સ્મૂધ-સેઇલિંગ નહીં હોય

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ


અર્થતંત્રના આટાપાટા  

અનેક અવરોધોથી ઘેરાયેલા વિશ્વના અર્થતંત્ર માટે ૨૦૧૯ના નવા વર્ષનો પ્રવેશ આસાન નહીં હોય. 2017ના વર્ષે ઉત્પાદનક્ષેત્રની વધેલી પ્રવૃત્તિઓ અને વિશ્વવેપારના વધારાને કારણે ૨૦૧૮ની શરૂઆત ખૂબ સારી હતી. પછીના થોડા મહિનાઓમાં જ શરૂ થયેલા અમેરિકા અને ચીનના વેપારયુદ્ધને કારણે વિશ્વના અર્થતંત્ર સામે મોટું જોખમ ઊભું થયું, વિશ્વનો વેપાર ધીમો પડવાની સંભાવના વધી. 2018માં શરૂ થયેલા આ વેપારયુદ્ધના ઘેરા પ્રત્યાઘાતો 2019ના આર્થિક વિકાસની તકોને અને સંયોગોને બગાડશે. સંરક્ષણવાદ અને એને પગલે શરૂ થયેલા ટૅરિફના વધારા અને એને પડકારવા બીજા દેશે કરેલા ટૅરિફના વધારાએ વિશ્વવેપાર અને એને કારણે વિશ્વનો આર્થિક વિકાસ ધીમો પડવાની શક્યતાઓ ઊભી કરી છે.



ઇન્ટરનૅશનલા મૉનિટરી ફન્ડ (IMF)ના અંદાજ પ્રમાણે વિશ્વવેપારનો દર 2017ના ૫.૨ ટકા અને 2018ના ૪.૨ ટકામાંથી ઘટીને ૨૦૧૯માં ચાર ટકાનો થશે. જપાન અને યુરોપથી આયાત થતા ઑટોમોબાઇલ્સ પરની ડ્યુટી અમેરિકા વધારે એવી શક્યતા વચ્ચે વિશ્વનાં વિકસિત અને મોટાં અર્થતંત્રો વચ્ચેના વેપારીસંબંધો વણસ્યા વિના નહીં રહે. વિશ્વનાં નાણાબજાર અને મૂડીબજાર પર પણ આની આડકતરી અસર પડી જ છે. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર-૫૦૦ના ઇન્ડેક્સમાં 2018માં છ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૮માં ચીનના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં બે ટ્રિલ્યન ડૉલાર જેટલા ધોવાણ થયું છે.


અમેરિકા અને ચીન વચ્ચે વેપારીસંબંધો બાબતે સમજૂતી સધાય એ માટે માર્ચ ૨૦૧૯ની ડેડલાઇન નક્કી કરાઈ છે એમાં સફળતા મળે તો વિશ્વના અર્થતંત્ર પર ઘેરાયેલાં વાદળો વિખરાઈ જઈ શકે. જોકે આ તબક્કે આવા સમાધાનની શક્યતા નહીંવત ગણાય એટલે એ સમાધાન ન થાય તો હાલાપૂરતું વિશ્વની 2017 અને 2018ની આર્થિક પરિસ્થિતિ પર બ્રેક લાગે એમ જ માનવું પડે.

ભારતનું અર્થતંત્ર વિશ્વની બગડતી આર્થિક સ્થિતિમાંથી બાકાત રહી શકે નહીં. ૨૦૧૯ના વર્ષે ‘અનસર્ટન્ટી ઇઝ ધ નૅમ ઑફ ધ ગેમ’ હશે. આર્થિક વિકાસ પરનાં વધતાં જોખમો અને ફેડરલા રિઝર્વ દ્વારા રોલા-બૅક કરાઈ રહેલી હળવી મૉનિટરી પૉલિસી અમેરિકાના આર્થિક વિકાસના સંજોગોને વધુ અનિશ્ચિત કરશે.


લોકસભાની 2019ની ચૂંટણીઓ માથે ઝળુંબતી હોય અને વિશ્વની આર્થિક પરિસ્થિતિ બગડતી જતી હોય એટલે ભારતને એમાંથી બચાવવાની સરકારની ચિંતા વધે એ સ્વાભાવિક છે. એ માટે સામાન્ય સંજોગોમાં કોઈ પણ સરકાર આ પરિસ્થિતિને સુધારવા માટે બે ઉપાય વિચારે. મોદી સરકાર પણ એમાં અપવાદ નથી. એક, સરકાર એની નાણાંની કોથળી (સરકારી તિજોરી) ખુલ્લી મૂકી દે અને બીજા નંબરે આર્થિક સુધારાઓની ગતિ વધારે.

સરકાર દ્વારા નાણાંની કોથળી ખુલ્લી મુકાય એટલે ફિસ્કલા ડિસિપ્લિનનો ભોગ લેવાય. 2018-19ના બજેટ પ્રમાણે ફિસ્કલ ડેફિસિટ 6.24 લાખ કરોડ રૂપિયાની (GDPના 3.3 ટકા) થવાની હતી એ 2018-19ના પ્રથમ આઠ મહિનામાં એટલે કે નવેમ્બર 2018ને અંતે, વધીને 7.16 લાખ કરોડ રૂપિયાની થઈ છે જે બજેટના પ્રાથમિક અંદાજના ૧૧૫ ટકા થાય છે. શરૂઆતના આઠ મહિનામાં ફિસ્કલા ડેફિસિટનો થયેલા વધારો ખર્ચના વધારા કરતાં મુખ્યત્વે આવક (રેવન્યુ)ના ઘટાડાને આભારી છે. અને હજી વર્ષના ચાર મહિના બાકી છે

સામાન્ય સંજોગોમાં ફિસ્કલાના છેલ્લા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2019)માં કરવેરાની આવક વધતી હોય છે, પણ સરકારે ગયા અઠવાડિયે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના દર ઘટાડ્યા છે એટલે પરોક્ષ વેરાની આવક આ ચાર મહિનામાં બજેટના અંદાજ કરતાં ઘટવાની.

સરકાર એના 3.3 ટકાના ફિસ્કલ ડેફિસિટના લાક્ષ્યાંકને વળગી રહેશે એવી હૈયાધારણ પ્રજાને આપ્યા કરે છે. જો સરકારને ચૂંટણીની પૂર્વસંધ્યાએ ફિસ્કલા ડેફિસિટનો રેકૉર્ડ ખરાબ ન કરવો હોય તો ઘટતા જતા રેવન્યુ વચ્ચે ખર્ચ પર અંકુશ મૂકવો પડે. સરકારના રેવન્યુ ખર્ચ (જેવા કે સરકારી કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા, ફ્યુઅલા સબસિડી અને સરકારી દેવા પરના વ્યાજ) પર કાપ મૂકવો શક્ય નથી. એ સંજોગોમાં સરકાર પાસે મૂડીખર્ચ ઘટાડવા સિવાય બીજા વિકલ્પો ઓછા છે. આ ઉપાય સરકારને હાથવગો છે અને એનો અમલા શરૂ થઈ ચૂક્યો છે. ફિસ્કલા 2019ના પ્રથમ છ મહિના (એપ્રિલા-સપ્ટેમ્બર)માં કૅપિટલા ખર્ચના વધારાનો 11 ટકાનો દર એપ્રિલા-નવેમ્બર (વર્ષના આઠ મહિના) દરમ્યાન ઘટીને માત્ર 4 ટકાનો થયો છે. આ મોટો ઘટાડો ઑક્ટોબર-નવેમ્બર 2018માં, એપ્રિલા-સપ્ટેમ્બર 2018ની સરખામણીએ કૅપિટલા ખર્ચમાં થયેલા ૪૬ ટકાના ઘટાડાને આભારી છે.

રાજ્ય સરકારો ખેડૂતોના દેવા માફ કરતી રહે છે. સામાન્ય રીતે આને કારણે બૅન્કોની બૅલૅન્સશીટ બગડતી હોય છે, પણ અપવાદરૂપે જ્યાં રાજ્ય સરકાર આ દેવામાફી માટેના ફન્ડનું પોતાના અંદાજપત્રમાં પ્રોવિઝન કરે તો એની અસર દેશની કુલા (કેન્દ્ર અને રાજ્યોની સામૂહિક) ફિસ્કલા ડેફિસિટ પર પડે.

મહારાષ્ટ્ર સરકાર જેવી કોઈ સરકાર જાન્યુઆરી ૨૦૧૯થી તેના કર્મચારીઓ માટે સાતમા પગારપંચની ભલામણોના અમલાની જાહેરાત કરે એટલે પણ રાજ્ય સરકારોની અને પરિણામે સમગ્ર દેશની ફિસ્કલા ડેફિસિટ પણ વધે જ.

રાજ્ય સરકારો ખેડૂતોના દેવામાફી માટે પોતાના અંદાજપત્રના પ્રોવિઝન ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે પણ મેચિંગ ફન્ડ માટે દબાણ કરતી રહે છે. આ બધાં દબાણ અને ઘટનાઓ એવા સંજોગોમાં ઘટી રહ્યા છે જ્યારે અર્થતંત્રમાં ઓવરઑલા બચત અને ખાનગી મૂડીરોકાણના દર ઘટી રહ્યા છે.

છેલ્લાં ચાર વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કૉમૉડિટીના, ખાસ કરીને ક્રૂડ ઑઇલાના ભાવો પ્રમાણમાં ઘટેલા રહ્યા છે એટલે કે સરકારની તરફેણના છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આને પરિણામે સરકારની મુશ્કેલીઓમાં વધારો નથી કરતી. આવી અનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ સરકારને ફિસ્કલા કાન્સોલિડેશનમાં મદદ કરી શકે.

જોકે ડૉલારની મજબૂતાઈ વચ્ચે અને અમેરિકા અને વિશ્વભરમાં વધી રહેલા વ્યાજના દર વચ્ચે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) દ્વારા કરાતા રોકાણ પર એની અવળી અસર પડે છે. બીજી તરફ, વિશ્વના અર્થતંત્રની વધી રહેલા અનિશ્ચિતતાઓ વચ્ચે દુનિયાના મુખ્ય સ્ટૉકમાર્કેટમાં વૉલેટિલિટી વધે એની અસર પણ ભારતના સ્ટૉકમાર્કેટ પર પડે છે એટલે પણ ઘટી રહેલા FIIના રોકાણમાં ઓર ઘટાડો થાય છે.

‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ના વિશ્વ બૅન્કના આંકમાં ભારતે છેલ્લાં ચાર વર્ષમાં સારી પ્રગતિ કરી છે. હવે 2019ના વર્ષમાં જે ક્ષેત્રોના સુધારા બાકી છે એના પર, ખાસ કરીને લેબર માર્કેટના, ઈ-કૉમર્સ અને ડિજિટાઇઝેશન ક્ષેત્રના, ધ્યાન કેãન્દ્રત કરવામાં નહીં આવે તો ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’માં વિશ્વના પહેલાં 50 દેશોમાં નંબર મેળવવો નવી સરકાર માટે મોટો પડકાર હશે.

સરકાર દ્વારા હાલાપૂરતી સિમેન્ટને GSTના દાયરામાં શામિલા નથી કરાઈ. એ માત્ર સરકારની GSTની આવક એકદમ ઘટી ન જાય એ કારણે. 28 ટકાના સ્લૅબમાંની ઘણીબધી આઇટમો પરનો GST ઘટાડીને 12 કે 18 ટકાનો કરાયો છે. 28 ટકાના સ્લૅબમાં હવે માત્ર ૨૭ આઇટમો / ગ્રુપો રહ્યાં છે. નાણાપ્રધાને કરેલા નિવેદન પ્રમાણે 12 અને 18 ટકાનો રેટ મર્જ કરીને ભવિષ્યમાં આ રેટ 15 ટકાનો કરાશે એટલે GSTના ચાર દર શૂન્ય, પાંચ ટકા, 15 ટકા અને 28 ટકા થઈ જશે. 28 ટકાનો દર સીમિત હોવાથી હકીકતમાં GSTના ત્રણ દર રહેશે.

આમ સરકાર અસરકારક રીતે GSTના મૂળભૂત ઉદ્દેશ ‘વન ટૅક્સ, વન નેશન’ ભણી આગળ વધી રહી છે. એ રેટ અમલામાં આવતાં બે વર્ષ પણ નીકળી જાય, પરંતુ સુધારાની દિશા સાચી છે. આ કામ પણ નવી સરકાર માટે ૨૦૧૯ અને એનાં પછીનાં વષોર્નો મોટો પડકાર હશે.

એ તો થશે ત્યારે થશે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીઓ પહેલાં વર્તમાન કેન્દ્ર સરકાર GSTના ક્ષેત્રે કોઈ અણધાર્યા (દરના, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST અંતર્ગત સમાવવા અને પ્રોસિજરના) ફેરફાર દ્વારા પ્રજાના એક મોટા વર્ગને પોતાની સાઇડમાં ફેરવવાનો પ્રયત્ન કરે તો આશ્ચર્ય નહીં થાય.

આ પણ વાંચો : તેજીના તાલ સાથે ૨૦૧૮ની વિદાય: વૉલેટિલિટી ચાલુ રહી, ચાલુ રહેશે

દરેક સરકાર પોતાની પાસેના ‘હુકમના એક્કા’નો ઉપયોગ કરવા માટેની યોગ્ય તકની રાહ જોતી હોય છે. જોઈએ હવે વર્તમાન સરકાર પોતે એ તકને ઍન્કૅશ કરે છે કે ભવિષ્યમાં ચૂંટાયા પછી પ્રજાને રિટર્ન ગિફ્ટ આપવા માટે હાલાપૂરતું એ લાલાચને રોકે છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 08:42 AM IST | | જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK