Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Sonata એ લોન્ચ કરી ગોલ્ડન વોચ કલેક્શન

Sonata એ લોન્ચ કરી ગોલ્ડન વોચ કલેક્શન

18 September, 2019 07:00 PM IST | Mumbai

Sonata એ લોન્ચ કરી ગોલ્ડન વોચ કલેક્શન

Sonata એ લોન્ચ કરી ગોલ્ડન વોચ કલેક્શન


Mumbai : તહેવારની સિઝન નજીકમાં હોવાથી બધા એની તૈયારીમાં ઉત્સાહભેર લાગી ગયા છે. તહેવારનો રંગ સોનેરી છે. આ સિઝનમાં લાઇટથી લઈને જ્વેલરી, વસ્ત્રોથી લઈને ક્રોકરી ગોલ્ડનો ટચ ધરાવે છે. પણ તમારી ઘડિયાળને એની જરૂર નથી. ભારતની સૌથી વધુ વેચાતી ટાઇટન કંપની લિમિટેડની બ્રાન્ડ સોનાટાએ ‘બેયન્ડ ગોલ્ડ’ અને ‘બ્લશ ઇટ અપ’ કલેક્શન લોંચ કર્યું છે, જેને ફેસ્ટિવ વોચમાં ગોલ્ડ પ્લેટિંગની મોનોટોમી તોડીને તમને અલગ પડવામાં મદદ કરી છે તથા તમારી વિશિષ્ટતાને ચમકાવે છે.


પુરૂષ માટે બેયન્ડ ગોલ્ડઅને મહિલાઓ માટે બ્લશ ઇટ અપકલેક્શન લોન્ચ કર્યું
બેયન્ડ ગોલ્ડ મોડર્ન મેનને લક્ષ્યાંક બનાવે છે, જેઓ ટ્રેન્ડી ફેસ્ટિવ વોચ માટે આતુર હોય છે. રોઝ ગોલ્ડ અને બ્લેક પ્લેટિંગમાં બેસ્ટસેલિંગ કેસ સાથે આ ઘડિયાળો રિચ ડાયલ કલર ધરાવે છે. આ ઘડિયાળો ડાયલમાં રોઝ ગોલ્ડની છાંટ ધરાવે છે અને બ્લૂ, બ્રાઉન અને બ્લેકનાં વિવિધ શેડનાં સમન્વયનું પણ પ્રતિક છે. શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત લેધર અને મેટલ સ્ટ્રેપ ઘડિયાળને ટ્રેન્ડી અને વિશિષ્ટ બનાવે છે. આકર્ષક રંગો સાથે ‘બેયન્ડ ગોલ્ડ’ 8 વેરિઅન્ટમાં આવે છે, જેની કિંમત રૂ. 1599થી રૂ. 2299 સુધી છે.

આ પણ જુઓ : અંબાણી પરિવારમાં આ રીતે ઉજવાય છે ગણેશોત્સવ, જુઓ ફોટોઝ

વિવિધ કલરમાં લોન્ચ કરી ઘડિયાળ
સોનાટાનું મહિલાઓ માટેનું નવું કલેક્શન બ્લશ ઇટ અપ મોડર્ન, યંગ, ફેશન અને મૂલ્ય પ્રત્યે સભાન મહિલા માટે આદર્શ સાથી છે, જેઓ આ તમામ ખાસિયતો ઇચ્છે છે. એમાં સિઝનનો સૌથી વધુ લોકપ્રિય કલર – રોઝ ગોલ્ડ સ્ટાઇલિશ રેન્જમાં એથનિક, પાર્ટીથી લઈને પેસ્ટલમાં આવે છે, જે દરેક માટે, તમામ પ્રસંગોને અનુકૂળ છે. અહીં તહેવારની આ સિઝન માટે તમારી મનપસંદ બની રહેશે એવું કલેક્શન પ્રસ્તુત છે. હાઈ ગ્લોસ સ્ટ્રેપ અને સુંદર ડાયલ દરેક ઘડિયાળને વિશિષ્ટ લૂક આપે છે. પેસ્ટલ વોચ સુંદર પેસ્ટલ કલર સ્ટ્રેપ સાથે બારીક અને છટાદાર લૂક આપે છે. આ ક્લાસી છતાં સ્ટાઇલિશ કલેક્શન મહિલાઓને ફેશનેબલ અને વિશિષ્ટ લૂક આપે છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

11 એસકેયુનાં આ કલેક્શનની કિંમત રૂ. 1475થી રૂ. 2249 વચ્ચે છે
સોનાટા ફેશન, સ્પોર્ટ્સ, ફોર્મલ, ડ્રેસી અને ટ્રેડિશનલ જેવી તમામ કેટેગરીઓમાં પુરુષો, મહિલાઓ અને યુવાનોને દરેક પ્રસંગ માટે શોભે એવી વોચ ઓફર કરે છે. બેયન્ડ ગોલ્ડ અને બ્લશ ઇટ અપ કલેક્શન્સ તમામ વોચિસ ઓફ ટાઇટન સ્ટોર્સ, તમામ ઓથોરાઇઝ ડિલર્સ અને અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 07:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK