Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રવિ શંકર પ્રસાદનું નિવેદન - એપ્પલ કંપની ભારતમાં બનાવશે Iphone XR

રવિ શંકર પ્રસાદનું નિવેદન - એપ્પલ કંપની ભારતમાં બનાવશે Iphone XR

25 November, 2019 08:39 PM IST | Mumbai Desk

રવિ શંકર પ્રસાદનું નિવેદન - એપ્પલ કંપની ભારતમાં બનાવશે Iphone XR

રવિ શંકર પ્રસાદનું નિવેદન - એપ્પલ કંપની ભારતમાં બનાવશે Iphone XR


સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિ શંકર પ્રસાદે સોમવારે કહ્યું કે પ્રોદ્યોગિકી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપ્પલે ઘરેલુ માર્કેટ અને નિર્યાત માટે આઇફોન એક્સઆરનું ઉત્પાદન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર દેશમાં મોબાઇલ ફોન વિનિર્માણને પ્રોત્સાહન આપી રહી છે.

રવિ શંકર પ્રસાદે એ પણ કહ્યું કે મોબાઇલ ચાર્જર બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની સાલકાંપે ચેન્નઇની નજીક સેજમાં નોકિયાના બંધ કારખાનું લેવા માટે કરાર કર્યા છે. કંપની આઇફોન માટે એપ્પલને ચાર્જરની આપૂર્તિ કરે છે.



સાલકાંપ એકમને પાટે લાવશે જે લગભગ 10 વર્ષથી બંધ છે. આ કારખાનું માર્ચ 2020થી પરિચાલનમાં આવી જશે. એકમ ચાર્જર અને અન્ય ઉપકરણોનું ઉત્પાદન કરશે. કંપની આમાં પાંચ વર્ષમાં 2,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.


આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

પ્રસાદે કહ્યું, "નોકિયાનું કારખાનું 10 વર્ષથી બંધ છે અને તેને ફરીથી ચાલું કરવામાં આવશે. આથી પ્રત્યક્ષ રૂપે 10,000 અને પરોક્ષ રૂપે 50,000 લોકોને રોજગાર મળશે." તેમણે કહ્યું તે દેશનું મોબાઇલ સાથે -સાથે અન્ય ઉપકરણોના નિર્યાત 2019-20માં 1.6 અરબ ડૉલર પાર કરવાની આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 08:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK