Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 158 અંકનો ઘટાડો

શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 158 અંકનો ઘટાડો

11 February, 2019 10:04 AM IST |

શૅરબજારની કમજોર શરૂઆત, સેન્સેક્સમાં 158 અંકનો ઘટાડો

શૅરબજારમાં જંગી ઘટાડો

શૅરબજારમાં જંગી ઘટાડો


સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શૅરબજારે કમજોર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે સેન્સેક્સ 158 અંકોના ઘટાડા સાથે 36,388 પર અને નિફ્ટી 36 અંકોના ઘટાડા સાથે 10,906 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 13 લીલા, 36 લાલ અને 1 પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. જ્યાં ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.56%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.48%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 424.61 અંક તૂટીને 36,546.48 પર અને નિફ્ટી 125.80 અંકોના ઘટાડા સાથે 11000ની નીચે 10,943.60 પર બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.24%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.30%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 1.02%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.63%ની તેજી, નિફ્ટી મેટલ 0.43%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.64%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.20%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 10:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK