Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી

24 May, 2019 11:26 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી


લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શુક્રવારે ભારતીય શૅર બજાના ઈન્ડેક્સ તેજી સાથે ખુલ્યા. સેન્સેક્સ 348.76 અંકોની તેજી સાથે 9.16 વાગ્યે 39,160.15 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. જ્યાં નિફ્ટી પણ 114.40 અંકોના વધારા સાથે 11,771.40ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. શરૂઆતના કારોબાર દરમિયાન એચડીએફસી બેન્ક, ઈન્ડિયન ઑયલ, એચપીસીએલ, યસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કમાં તેજી જોવા મળી હતી. જોકે સેન્સેક્સ 74.73 અંકોના વધારા સાથે 38,886.12ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 11,682.30ના સ્તર પર હતા. નિફ્ટીના 31 શૅરોમાં તેજી જોવા મળી જ્યાં 19 શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.

આ શૅરોમાં રહી તેજી: ZEEL, એલ એન્ડ ટી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હીરો મોટોકોર્પમાં આજે સારી તેજી જોવા મળી. ત્યાં ઓએનજીસી, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલીવર, બજાજ ઑટો અને એનટીપીસી નફાવસૂલીના કારણે ઘટાડાના શિકાર થયા.



રૂપિયામાં પણ રિકવરી: ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શુક્રવારે રૂપિયામાં રિકવરી આવી. ડૉલરના મુકાબલે રૂપિયો છેલ્લા સત્રથી 26 પૈસાની રિકવરી સાથે 69.75 રૂપિયા પ્રતિ ડૉલર પર ખુલ્યું. છેલ્લા સત્રમાં રૂપિયો કમજોર થઈને 70.01 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયા હતા. એશિયા અને યૂરોપમાં આર્થિક અનિશ્ચિતતાઓના કારણે છેલ્લા સત્રમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરમાં મજબૂતી આવી હતી. બજાર નિષ્ણાંતના અનુસાર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલી કમજોરીથી રૂપિયાને મજબૂતી મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 11:26 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK