Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચિલીની ખાણમાં હડતાળથી કૉપરના ભાવમાં વધારો

ચિલીની ખાણમાં હડતાળથી કૉપરના ભાવમાં વધારો

26 June, 2019 12:11 PM IST |

ચિલીની ખાણમાં હડતાળથી કૉપરના ભાવમાં વધારો

કૉપરના ભાવમાં વધારો

કૉપરના ભાવમાં વધારો


વિશ્વમાં કૉપરના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક ચિલીની એક મોટી ખાણમાં મજૂરોએ હડતાળ પાડી હોવાના અહેવાલના કારણે લંડન મેટલ એક્સચેન્જ ઉપર કૉપરના વાયદામાં વધારો જોવા મળ્યો હતો. જોકે, વૈશ્વિક અર્થતંત્ર માટે વધારે મહત્ત્વના એવા અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારી સંબંધો ઉપર જ બજારની મીટ મંડાયેલી છે. વ્યાપાર સંધિ થાય તો વૈશ્વિક અર્થતંત્ર મજબૂત બને અને ધાતુની માગ વધે એ બજાર માટે વધારે મહત્ત્વનું છે.

લંડન ખાતે કૉપરનો ત્રણ મહિનાનો વાયદો ૦.૭ ટકા વધી ૬૦૦૪ ડૉલર પ્રતિ ટન ચાલી રહ્યો છે અને ગત ગુરુવારની ઊંચી સપાટી ૬૦૨૭ ડૉલર નજીક જવા પ્રત્યન કરી રહ્યો છે. જોકે, ભાવ એપ્રિલની ઊંચી સપાટી ૬૬૦૮ ડૉલર પ્રતિ ટનથી ઘણા દૂર છે.



ચીનમાં રિફિનિંગ ચાર્જ ઘટ્યા છે, જેનાથી બજારમાં માગ અને પુરવઠો થોડો સ્થિર થઈ રહ્યો હોય એવા નિર્દેશ મળી રહ્યા છે. ચીનમાં કૉપરનું પ્રીમિયમ પણ વધી રહ્યું હોવાના અહેવાલ છે અને ત્યારે આ હડતાળથી બજારને ટેકો મળ્યો છે.


બજારમાં અત્યારે માગ અને પુરવઠા વચ્ચે ૫૧,૦૦૦ ટનની ખાધ છે, જે ફેબ્રુઆરીમાં ૭૨,૦૦૦ ટનની પુરાંત હતી. ચીનમાં કૉપરનું પ્રીમિયમ બે વર્ષની નીચી સપાટી ૪૭ ડૉલરથી વધી ૫૯.૫૦ ડૉલર જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડૉલર નબળો પડી રહ્યો હોવાથી અન્ય ચલણમાં ખરીદી કરનાર લોકો માટે તે સસ્તું બને છે તેનાથી પણ થોડી ખરીદી જોવા મળી રહી છે. ચીનમાં શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ ખાતે કુલ સ્ટૉક ઘટી ૧.૩૪ લાખ ટન થયો છે, જયારે લંડન મેટલ્સ એક્સચેન્જમાં સ્ટૉક વધીને ૨.૪૨ લાખ ટન છે.

અન્ય ધાતુઓમાં લેડ ૦.૧ ટકા ઘટી ૧૯૧૧.૫૦ ડોલર, ઍલ્યુમિનિયમ ૦.૫ ટકા વધી ૧૮૦૨ ડૉલર, ઝિંક ૧.૨ ટકા વધી ૨૫૨૨ ડૉલર અને નિકલ ૧.૧ ટકા વધી ૧૨.૨૭૫ ડૉલર પ્રતિ ટન છે.


દરમ્યાન ઍલ્યુમિનિયમના એશિયામાં સૌથી મોટા આયાતકાર જપાનમાં ઍલ્યુમિનિયમના પ્રીમિયમ ત્રણ ટકા વધી ૧૦૮ ડૉલર પ્રતિ ટન થયા હોવાના અહેવાલ છે. ધાતુની આયાત માટે જપાનમાં લંડન મેટલ એક્સચેન્જના ભાવ ઉપર ખરીદનારા પ્રીમિયમ આપે છે. જુલાઈથી સપ્ટેમ્બર માટે પ્રીમિયમ ૧૦૮ ડૉલર છે, જે ગત મહિને ૧૦૩થી ૧૦૫ ડૉલર પ્રતિ ટન હતું.

આ પણ વાંચો: અમેરિકા અને ઈરાનની તંગદિલી, નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

દરમ્યાન, ભારતમાં ઍલ્યુમિનિયમ જૂન કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫ પૈસા વધીને ૧૪૨.૨ રૂપિયા અને તાંબુ જૂન ૩.૭ રૂપિયા વધીને ૪૧૮.૬ રૂપિયા થયા હતા, જ્યારે સીસું જૂન ૫ પૈસા વધીને ૧૫૫.૨૫ રૂપિયા તથા નિકલ જૂન ૭.૭ રૂપિયા વધીને પ્રથમ સત્રના અંતે ૮૮૮.૩ રૂપિયા બંધ રહ્યા હતા. જસત જૂન ૧.૨૫ રૂપિયા વધીને બંધમાં ૨૦૨.૬૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 12:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK