Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા અને ઈરાનની તંગદિલી, નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

અમેરિકા અને ઈરાનની તંગદિલી, નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

26 June, 2019 12:03 PM IST |

અમેરિકા અને ઈરાનની તંગદિલી, નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ


 ફેડરલ રિઝર્વ વ્યાજના દર ઘટાડશે, ચીન અને યુરોપમાં પુષ્કળ નાણાપ્રવાહિતા ચાલુ રહેશે તેમ જ અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલીના કારણે સોનાના ભાવમાં સોમવારે પણ તેજી જોવા મળી રહી હતી.ગત સપ્તાહે સોનાના ભાવ વાયદામાં ૪.૫ ટકા વધ્યા હતા, જ્યારે લંડન ખાતે હાજર સોનું ૪.૪ ટકા વધ્યું હતું. સોમવારે સોનાનો ઑગસ્ટ વાયદો કોમેકસ ખાતે ૧૦.૨૫ ડૉલર વધી ૧૪૧૦.૪૫ ડૉલર પ્રતિ ઔંસ હતો, જ્યારે હાજરમાં લંડન ખાતે સોનું ૭.૫૦ ડૉલર વધી ૧૪૦૭.૫૦ ડૉલર પ્રતિ ઔંસ હતું.

ભારતમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૪,૨૯૦ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૪,૩૮૦ રૂપિયા અને નીચામાં ૩૪,૨૫૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૮૨ રૂપિયા વધીને ૩૪,૩૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૯૦ રૂપિયા વધીને ૮ ગ્રામદીઠ ૨૭,૨૭૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૩૩૭૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૬૦ રૂપિયા વધીને બંધમાં ૩૪,૧૨૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.



ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૮,૦૯૯ રૂપિયા ખૂલી, ઉપરમાં ૩૮,૧૭૯ રૂપિયા અને નીચામાં ૩૮,૦૧૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૩ રૂપિયા વધીને ૩૮,૦૬૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૨૧ રૂપિયા વધીને ૩૮,૦૭૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૧૨૭ રૂપિયા વધીને ૩૮,૦૮૦ રૂપિયા બંધ રહ્યા હતા.


ઈરાન સામે અમેરિકા વધુ પ્રતિબંધ મૂકશે

અમેરિકાના વિદેશમંત્રી માઇક મ્પયોએ ઈરાન ઉપર વધુ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે અત્યારે મંત્રણા ચાલી રહી છે. ઈરાન સાથેની પરમાણુ સંધિ તોડી પાડ્યા બાદ અમેરિકા હવે વધુ આક્રમક થયું છે. ગત સપ્તાહે ઈરાને અમેરિકાનું એક ડ્રૉન વિમાન તોડી પાડતાં તંગદિલી વકરી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક તબક્કે ઈરાન ઉપર લશ્કરી હુમલો કરવા તૈયાર થયા હતા, પણ જાનહાનિ ટાળવા માટે તેમણે આ સૂચના પરત ખેંચી હતી.


અન્ય ધાતુઓમાં ચાંદી ૦.૩ ટકા વધી ૧૫.૩૩૮ ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે પૅલેડિયમ વાયદો ૦.૫ ટકા વધી ૧૫૦૪.૨૫ ડૉલર પ્રતિ ઔંસ અને પ્લેટિનમ ૦.૪ ટકા વધી ૮૧૮.૮૫ ડૉલર પ્રતિ ઔંસ છે.

ડૉલર હજુ પણ નબળો છે

અમેરિકન ડૉલર વૈશ્વિક ચલણો સામે ગત સપ્તાહે ઘટ્યા પછી સોમવારે પણ નબળો પડ્યો હતો. ગત સપ્તાહે ડૉલર ૧.૪ ટકા ઘટ્યો હતો, જે છેલ્લા ચાર માસમાં સૌથી તીવ્ર ઘટાડો છે. સોમવારે ડૉલર ઇન્ડેક્સ ૦.૦૬૫ ઘટી ૯૫.૬૪૮ની સપાટી હતી. અન્ય ચલણોમાં ડૉલર યુરો સામે પણ ૦.૦૧૫ ટકા ઘટી ગયો છે. બૉન્ડ માર્કેટમાં વધી રહેલી વેચવાલીના કારણે અને અમેરિકન ફેડરલ રિઝર્વ આગામી મહિને વ્યાજનો દર ઘટાડશે એવી આશાએ ડૉલર નબળો પડી રહ્યો છે.

સોના ઉપર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવા માગ

આગામી બજેટમાં સોના ઉપરની આયાત ડ્યુટી ઘટાડવાની માગણી જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગે કરી છે. અત્યારે સોના ઉપર ૧૦ ટકા આયાત ડ્યુટી લાદવામાં આવે છે. ‘અમે સરકારને આયાત ડ્યુટી ઘટાડી ચાર ટકા કરવાની માગણી કરી છે,’ એમ ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ઉપાધ્યક્ષ શંકર સેને જણાવ્યું હતું. અત્યારે દેશમાં સોનાની દાણચોરી વધી રહી છે ડ્યુટી ઘટાડવાથી દાણચોરી અટકી જશે એવું તેમનું મંતવ્ય છે. આ ઉપરાંત, કાઉન્સિલ વતી એવી પણ રજૂઆત થઈ છે કે કેન્દ્ર સરકાર સોના અને ઘરેણાંની ખરીદી માટે હપ્તાની યોજનાઓ શરૂ કરવા માટે મંજૂરી આપે. રિઝર્વ બૅન્કે અગાઉ આવી યોજના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: હવે ટ્રેનની મુસાફરીમાં નહીં લાગે ઝટકા, રેલવે લાવશે નવી સિસ્ટમ

રૂપિયો ૨૩ પૈસા વધ્યો

આજે દિવસના પ્રથમ ભાગમાં રૂપિયો ડૉલર સામે ૬૯.૫૮ની સપાટીએ ખૂલ્યા પછી ઘટી ૬૯.૬૦ થયો હતો, પણ ડૉલર વિશ્વનાં અન્ય ચલણ સામે નબળો પડતાં રૂપિયો પણ ઘટાડાથી મજબૂત થયો અને દિવસના અંતે શુકવારના બંધ ૬૯.૫૮ સામે ૨૩ પૈસા વધી ૬૯.૩૫ની સપાટીએ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 12:03 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK