નિફ્ટી નવા સર્વોચ્ચ શિખર બાદ માઇનસ ઝોનમાં

Published: 2nd December, 2014 05:10 IST

રિલાયન્સ-ઓએનજીસીનો ઘટાડો બજારને ૯૫ પૉઇન્ટ નડ્યો : આટ્યાત-અંકુશની વિદાયમાં જ્વેલરી શૅર ઝળક્યા : મૂડીઝ દ્વારા જપાન ડાઉનગ્રેડ, હૉન્ગકૉન્ગ ૬૨૦ પૉઇન્ટ ડાઉનશૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

ફુગાવામાં નોંધપાત્ર ઘટાડા પછી પણ રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ એને લઈને બજારમાં અવઢવ છે અને એને લઈને ગઈ કાલે શૅરબજાર દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં રહ્યાં પછી છેવટે નવર્‍સનેસનો ભોગ બન્યું હતું. એમાં સેન્સેક્સ ૧૩૪ પૉઇન્ટ ઘટીને ૨૮૫૫૯ તથા નિફ્ટી ૩૨ પૉઇન્ટની પીછેહઠમાં ૮૫૫૬ નજીક બંધ રહ્યાં છે. આ સાથે આગેકૂચની હૅટ-ટ્રિક હાલ પૂરતી અટકી છે. હવે બધો મદાર આજે જાહેર થનારી રિઝર્વ બૅન્કની પૉલિસી પર છે. વ્યાજદર નહીં ઘટે તો બજાર એક વખત તો મોટો ઘટાડો બતાવશે એમ મનાય છે. ગઈ કાલે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૮૬૨૩ની નવી સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૮૮૦૯ થયો હતો. બે વાગ્યા સુધી બધું બરાબર હતું. ત્યાર પછી વેચવાલીનો મારો આવ્યો હતો, જેમાં સેન્સેક્સ ૨૮૫૫૯ તથા નિફ્ટી ૮૫૪૫ના તળિયે ગયાં હતાં. ચાઇનીઝ પીએમઆઇ ડેટા નબળા આવ્યા છે. મૂડીઝ દ્વારા જપાનનું ક્રેડિટ-રેટિંગ એએથ્રીથી ઘટાડીને એવન કરાયું છે. ક્રૂડ પાંચ વર્ષના નવા તળિયે જતાં રશિયન ચલણ ડૉલર સામે ૫૨.૭ રૂબલની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યું છે. હૉન્ગકૉન્ગ ખાતે લોકશાહી સમર્થક આંદોલન સામે સત્તાવાળાના નવા દમનકારી પગલાથી ત્યાંનું શૅરબજાર ૬૨૦ પૉઇન્ટ કે ૨.૭ ટકાના દસેક મહિનાના સૌથી મોટા કડાકામાં ૨૩૩૬૭ બંધ રહ્યું છે. સિંગાપોર ૧.૪ ટકા, તાઇવાન પોણો ટકો અને સાઉથ કોરિટ્યા ૦.૮ ટકા ડાઉન હતા. યુરોપ સાધારણથી એક ટકો નીચે દેખાતું હતું.

રિલાયન્સમાં ફિચનું ડાઉનગ્રેડિંગ

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાવિ વિકાસ વિશેનો આઉટલુક કે દૃષ્ટિકોણ પૉઝિટિવમાંથી ડાઉનગ્રેડ કરીને સ્ટૅબલ ગ્રેડમાં મૂકવાની જાહેરાત કરાઈ છે. આને પગલે શૅર ૯૯૧ રૂપિટ્યાના આગલા બંધ સામે નીચામાં ૯૫૯ થઈ છેલ્લે ૨.૯ ટકાની ખરાબીમાં ૯૬૨ રૂપિટ્યા નજીક બંધ હતો. આ એક જ શૅરના પગલે સેન્સેક્સને ૫૮ પૉઇન્ટની હાનિ થઈ હતી. ફિચ તરફથી કંપનીના ડાઉનગ્રેડિંગ માટે કેજી બેસિન ખાતેના ગૅસના ભાવમાં અપેક્ષા કરતાં ઓછો ભાવવધારો તેમ જ રિલાયન્સ જીઓના નેજા હેઠળ ટેલિકૉમ બિઝનેસમાં કંપનીના પદાર્પણથી જંગી મૂડીરોકાણની જરૂરિટ્યાતના ભાગરૂપે દેવામાં થનારા વધારાની સ્થિતિને કારણભૂત ગણાવાઈ છે. કંપની બે વર્ષમાં ટેલિકૉમ બિઝનેસમાં ૧૧ અબજ ડૉલર જેવું રોકાણ કરવાની છે. આની સીધી અસર કૅશ-લૉને નેગેટિવ બનાવશે એમ ફિચનું માનવું છે.

સ્પાઇસ જેટમાં ઝુનઝુનવાલાનું જોર

ઇન્વેસ્ટર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઇસ જેટમાં શૅરદીઠ સરેરાશ ૧૭.૮૮ રૂપિટ્યાના ભાવે ૧૪ ટકા હિસ્સો કે ૭૫ લાખ શૅર ખરીદ્યા હોવાની જાહેરાત શુક્રવારે બજાર બંધ થટ્યા બાદ આવી હતી. એ ઉપરાંત ક્રૂડના ભાવ એકધારા નીચે જવાને લીધે જેટ ફ્યુઅલ કે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ચાર ટકાથી વધુનો નવો ઘટાડો સરકારી તેલ કંપનીઓએ જાહેર કર્યો છે. આ બન્ને કારણ થકી સ્પાઇસ જેટનો શૅર સોમવારે ત્રણેક કરોડ શૅરના ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૨૧.૪૦ રૂપિટ્યા થઈ છેલ્લે સાડાસોળ ટકાની તેજીમાં ૨૧.૨૫ રૂપિટ્યા બંધ હતો. જેટ ઍરવેઝ પણ ચારગણા કામકાજમાં ૩૫૪ રૂપિટ્યાની વર્ષની ટોચે જઈ અંતે ૭.૧ ટકાના ઉછાળે ૩૪૫ રૂપિટ્યા નજીક બંધ હતો. ત્રણ દિવસ પૂર્વે આ શૅર ૨૫૧ રૂપિટ્યા જેવો બંધ હતો. સ્પાઇસ જેટ ત્યારે ૧૪.૯૦ રૂપિટ્યા આસપાસ ચાલતો હતો.

જ્વેલરી શૅરમાં ચમક

સ્વિસ સરકાર દ્વારા ૧૪૦૦ ટન સોનું ખરીદીને સોનાના ગગડતા ભાવને ટેકો આપવા પ્રસ્તાવને નામંજૂર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ભારત સરકાર દ્વારા સોનાની આટ્યાત પર લગાવવામાં આવેલી ૮૦:૨૦ સ્કીમ પણ રદ કરવામાં આવે છે એને કારણે સોનાની સપ્લાય વધશે. આ તમામની સાગમટી અસરે ગઈ કાલે જ્વેલરી શૅરોમાં ખાસ્સી ચમક જોવા મળી હતી. ગીતાંજલિ જેમ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૦.૧૦ રૂપિટ્યા બંધ રહૃાો હતો. તો ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૯ રૂપિટ્યા હતો. શ્રી ગણેશ જ્વેલરી પણ ૨૦ ટકાની તેજીની સર્કિટે, એશિયન સ્ટાર ૧૦ ટકાની ઉપલી સર્કિટે, સી. મહેન્દ્ર એક્સર્પોટ્સ પાંચ ટકાની તેજીની સર્કિટમાં અને ગોએન્કા ડાયમન્ડ પાંચ ટકાની ઊંચી સર્કિટે બંધ રહ્યાં હતા. ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ પાંચ ટકા વધ્યો હતો. પીસી જ્વેલર્સ ૨.૭૮ ટકા વધીને ૨૪૮ રૂપિટ્યા, રાજેશ એક્સર્પોટ્સ ૩.૩૮ ટકાની મજબૂતીમાં ૧૭૨.૯૫ રૂપિટ્યા, રેનેસાં જ્વેલરી અઢી ટકા નજીકની તેજીમાં ૬૫ રૂપિટ્યા, શ્રેણુજ ઍન્ડ કંપની ૭.૮૪ ટકાના જમ્પમાં ૫૫ રૂપિટ્યા, તારા જ્વેલ્સ ૩.૮૪ ટકાના વધારે ૯૩.૩૫ રૂપિટ્યા અને થંગમિયલ સાડાચાર ટકાની આગેકૂચમાં ૧૯૦ રૂપિટ્યા પર બંધ રહ્યાં હતા.

મૅન્ગલોર કેમિકલનાં વધામણાં

સરોજ પોદારના ઍડ્વેન્ટાઝ ગ્રુપ તથા દીપક ફર્ટિલાઇઝર વચ્ચે ટેકઓવર બેટલમાં સપડાયેલી મૅન્ગલોર કેમિકલ્સના ર્બોડ ઑફ ડિરેક્ટર્સમાંથી યુબી ગ્રુપના ચૅરમૅન વિજય માલ્યાએ અણધાર્યું રાજીનામું આપી દીધું છે. કંપનીમાંથી વિવાદાસ્પદ માલ્યાની વિદાયથી મૅન્ગલોર કેમિકલ્સનો શૅર ગઈ કાલે સાતગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૯૮ નજીક જઈ અંતે ૯.૪ ટકાના જમ્પમાં ૮૯.૨૫ રૂપિટ્યા બંધ હતો. ૧૦ રૂપિટ્યાની ફેસવૅલ્યુ અને ૧૧૮ કરોડ રૂપિટ્યાની ઇક્વિટી ધરાવતી કંપનીમાં ઓપન ઑફર બાદ દીપક ફર્ટિલાઝરનો હિસ્સો ૩૧.૨૫ ટકા થયો છે. બીજી તરફ ઝુઆરી પ્લસ યુબી ગ્રુપ ઓપન ઑફર બાદ ૩૮.૪ ટકા હોલ્ડિંગ ધરાવતા હોવાનું મનાય છે. મૅન્ગલોર કેમિકલ્સ સિવાયના ફર્ટિલાઇઝર શૅર સુસ્ત હતા. જીએસએફસી ૨.૭ ટકા, ફેક્ટ ૩.૪ ટકા, એરિસ ઍગ્રો ૩.૭ ટકા, ઝુઆરી ગ્લોબલ બે ટકા, ઝુઆરી ઍગ્રો ૧.૩ ટકા ડાઉન હતા. સામે નૅશનલ ફર્ટિલાઇઝર ૩.૬ ટકા, કોરોમંડલ ઇન્ટર. એક ટકો તથા જીએનએફસી નામ કે વાસ્તે સુધારામાં હતા.

ટૉરન્ટ ફાર્મા નવા શિખરે

ટૉરન્ટ ફાર્મા બમણાથી વધુના કામકાજમાં ૧૧૨૫ રૂપિટ્યાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૮.૧ ટકાની તેજીમાં ૧૧૧૩ રૂપિટ્યા નજીક બંધ હતો. ભાવ નીચામાં ૧૦૧૭ રૂપિટ્યા થયો હતો. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ર્બોડ તરફથી મર્જરની મંજૂરી મળતાં સન ફાર્મા ૮૩૯ રૂપિટ્યાના બંધથી મજબૂત ખૂલી ઉપરમાં ૮૫૬ થટ્યા બાદ વેચવાલીના શૅરમાં ૮૨૯ થઈ અંતે અડધા ટકાના ઘટાડે ૮૩૫ રૂપિટ્યા હતો તો રૅનબૅક્સી લૅબ ૬૩૮ રૂપિટ્યા બતાવી છેલ્લે પોણો ટકો વધીને ૬૧૭ રૂપિટ્યા હતો. બન્ને કાઉન્ટરમાં સારુંએવું મોટું વૉલ્યુમ હતું. અન્ય ફાર્મા શૅરમાં અરબિંદો ફાર્મા અઢી ટકા, કૅડિલા હેલ્થ અડધો ટકો, સિપ્લા સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૭ ટકા, જીએસકે ફાર્મા ૧.૯ ટકા,પેનાકા બાયો ચાર ટકા, ફાઇઝર ૧.૬ ટકા, સિક્વન્ટ સાયન્ટિફિક પોણાસાત ટકા, સાસૂન ફાર્મા છ ટકા, સ્ટ્રાઇડ આર્કોલૅબ ૬.૪ ટકા, થેમિસ મેડિકૅર પાંચ ટકા, વિન્ટાક પાંચ ટકા, વૉકહાર્ટ દોઢ ટકો અપ હતા. સામે સુવેન લાઇફ ૩.૧ ટકા, સનોફી ૨.૭ ટકા, સમþાટ ફાર્મા ૮.૪ ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝિસ અઢી ટકા, ન્યુલૅન્ડ લૅબ ૧.૪ ટકા, મર્ક સવા ટકો, લુપિન ૧.૩ ટકા, ક્રેબ્સ બાયો આઠ ટકા, ફિલફૉર્ડ ૨.૭ ટકા, એલ્ડર ફાર્મા બે ટકા, ઍલેમ્બિક ફાર્મા ૧.૧ ટકો ડાઉન હતા.

બૅન્કેક્સ પ્લસ, બૅન્ક શૅરમાં નબળાઈ

બૅન્કેક્સ ૨૧૩૯૭ની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૧૨માંથી પાંચ શૅરના સુધારામાં ૧૦ પૉઇન્ટ વધીને ૨૧૨૨૨ બંધ હતો. બૅન્કેક્સ પૉઝિટિવ ઝોનમાં ભલે બંધ આવ્યો, પરંતુ બૅન્ક શૅરમાં ગણનાપાત્ર ખરાબી હતી. સમગ્ર બૅન્કિંગ સેક્ટરમાં ૧૧ શૅર વધ્યા હતા, સામે ૩૦ જાતો ડાઉન હતી. ઍક્સિસ બૅન્ક ૪૯૩ રૂપિટ્યાની સર્વોચ્ચ સપાટી બાદ છેલ્લે પોણાબે ટકા વધીને ૪૮૯ રૂપિટ્યા, યસ બૅન્ક ૭૨૦ રૂપિટ્યા નજીક ઑલટાઇમ હાઈ થઈ અડધા ટકાની મજબૂતીમાં ૭૧૪ રૂપિટ્યા તથા ઇન્ડસ ઇન્ડ બૅન્ક ૭૯૯ રૂપિટ્યાની વિક્રમી સપાટી દર્શાવી ૨.૯ ટકાની તેજીમાં ૭૭૩ રૂપિટ્યા હતા. પીએસયુ સેગમેન્ટમાં સેન્ટ્રલ બૅન્ક દોઢ ટકો અને યુનિયન બૅન્ક ૧.૨ ટકા અપ હતા. પીએનબી, ઓબીસી તેમ જ દેના બૅન્ક સાધારણ સુધર્યા હતા. તો વિજટ્યા બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર, કૅનેરા બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, આઇઓબી, યુનાઇટેડ બૅન્ક, આંધþ બૅન્ક જેવાં કાઉન્ટર દોઢથી અઢી ટકા માઇનસ હતા. ખાનગી બૅન્કોમાં સ્ટાન્ચાર્ટ, લક્ષ્મી વિલાસ, કરૂર વૈશ્ય, ફેડરલ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, કર્ણાટકા બૅન્કના શૅર એકથી સવાબે ટકા ઘટીને બંધ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ત્રણ રૂપિટ્યા વધીને ૧૭૫૭ રૂપિટ્યા તથા એચડીએફસી બૅન્ક પોણા ટકાના ઘટાડે ૯૫૦ રૂપિટ્યા હતા. બૅન્કિંગ તેમ જ રેટ સેન્સિટિવ સેક્ટરની નજર મંગળવારે જાહેર થનારી રિઝર્વ બૅન્કની પૉલિસી પર હતી.

માર્કેટ-બ્રેડથ નબળી બની

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શૅર ઢીલા હતા. ઓએનજીસી ૪ ટકા અને રિલાયન્સ ત્રણેક ટકા ગગડતાં સેન્સેક્સને કુલ ૯૫ પૉઇન્ટ હાનિ થઈ હતી. હિન્દાલ્કો ૩.૯ ટકા, ભેલ સવાત્રણ ટકા, તાતા પાવર પોણાત્રણ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા, મહિન્દ્ર, સેસા સ્ટરલાઇટ અને એચડીએફસી બે-બે ટકા ડૂલ્યા હતા. હીરો મોટોકૉર્પ ૩૨૭૧ રૂપિટ્યાની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૭ ટકા કે ૧૧૬ રૂપિટ્યાના ઉછાળે ૩૨૫૮ રૂપિટ્યા હતો. તો હિન્દુ યુનિલિવર ૮૧૪ પ્લસની વિક્રમી સપાટી બતાવી પોણાત્રણ ટકાની મજબૂતીમાં ૮૦૮ રૂપિટ્યા હતો. ટીસીએસ ઉપરમાં ૨૭૦૦ રૂપિટ્યા થઈ ૧.૯ ટકા વધીને ૨૬૯૩ રૂપિટ્યા તથા વિપ્રો ૬૦૦ રૂપિટ્યા થઈ ૧.૨ ટકાના સુધારામાં ૫૯૨ રૂપિટ્યા બંધ હતા. ઇન્ફી સાડાઆઠ રૂપિટ્યા ઘટીને ૪૩૫૧ રૂપિટ્યા નીચે હતો. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૨૦૦ શૅર વધ્યા હતા, ૧૬૪૪ જાતો નરમ હતી. ૨૭૬ શૅર તેજીની સર્કિટે તો ૨૪૫ કાઉન્ટર મંદીની સર્કિટમાં હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની નબળાઈમાં ૨.૬ ટકા તૂટ્યો છે. પાવર ઇન્ડેક્સ સવાબે ટકા, મેટલ ઇન્ડેક્સ ૨.૨ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૧.૬ ટકા અને કૅપિટલ ગુડ્સ ૧.૪ ટકા ખરડાટ્યા હતા. જ્વેલરી શૅરની તેજીની હૂંફમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૩.૩ ટકા ઊંચકાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK